Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : વઢવાણનાં મુળચંદ ગામે વિકસીત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

Share

સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ ઇન્ચાર્જ કલેકટર પી.એન.મકવાણા તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વઢવાણ તાલુકાના મુળચંદ ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના -8 રથો ગામે ગામ ભ્રમણ કરી સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે.

ત્યારે આજ રોજ વિકાસ યાત્રા રથ નંબર -3 વઢવાણ તાલુકાના મુળચંદ ગામમાં પહોંચતા જ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથનું સ્વાગત કર્યું હતું.
મુળચંદ ગામ ખાતેના કાર્યક્રમ દરમિયાન આંગણવાડી વિભાગ દ્વારા મિલેટ્સને પ્રાધાન્ય આપતી વાનગીઓનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. મહાનુભાવોએ મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓ વિશે જાણકારી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના વરદહસ્તે NFSA, PMJAY, PMUY સહિતની સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું. ઉપરાંત આંગણવાડી વિભાગ દ્વારા લાભાર્થીઓને THR કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ‘મેરી કહાની, મેરી જુબાની’હેઠળ લાભાર્થીઓએ મળેલ લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા તેમજ આરોગ્ય ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત ખેડૂતોને ડ્રોન ડેમોસ્ટેશન દ્વારા ખાતરના છંટકાવ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી અમથુભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અજીતભાઈ સહિતના અગ્રણીશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી ગીતાબેન સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આજ રોજ દસાડા તાલુકાના જોરાવરપુરા અને સુરજપુરા ગામમાં, ધ્રાંગધ્રા તાલુકાના પીપળા અને ચુલી ગામમાં, વઢવાણ તાલુકાનાં મુળચંદ અને રાજપર ગામમાં, લીંબડી તાલુકાના રાણાગઢ ગામમાં, ચોટીલા તાલુકાના સણોસરા અને લાખણકા ગામમાં, મુળી તાલુકાના વગડીયા અને દેવપરા ગામમાં,સાયલા તાલુકાના શાપર-બ્રહ્મપુરી અને રતનપર – સોનપરી ગામોમાં અને લખતર તાલુકાના કળમ અને કડુ ગામોમાં પ્રાથમિક શાળાઓ ખાતે કાર્યક્રમો યોજાયા હતાં.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના દમલાઇ ગામે ઘરની પાછળના રૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૫૩૫ ગામ તળાવો ઉંડા કરવામાં આવશે

ProudOfGujarat

ભરૂચ શહેરનાં પાંચબત્તી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીનનાં પાક કૃત્યો સામે રોષ વ્યક્ત કરી ચાઈના બનાવટનાં મોબાઈલ અને ટીવી જાહેરમાં તોડીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!