Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના ઉમરા અસુરીયા ગામ ખાતે ઉભરાતી ગટરો અને તૂટેલી ચેમ્બરોથી સ્થાનિકો પરેશાન

Share

ભરૂચ તાલુકાના ઉમરા અસુરીયા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ગટરો અને તૂટેલી ચેમ્બરોના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, ગટરોમાંથી ગંદા પાણી જાહેર માર્ગ ઉપર જ વહેતું નજરે પડે છે, ગ્રામજનો દ્વારા મામલે પંચાયતમાં અવારનવાર રજુઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી આ કામગીરી કરવામાં ઢીલાશ દાખવવામાં આવી રહી છે.

મામલે સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે આ પ્રકારની સમસ્યા અંગે ગામના તલાટીને મૌખિકમાં રજુઆત કરી હતી જોકે તલાટી એ ગ્રામજનોને ઉડાઉ જવાબ આપી જણાવ્યું હતું કે મને માણસો નથી મળતા તમે માણસો લાવી જાતે જ આ કામ કરાવી લ્યો જેવા શબ્દો ઉચ્ચારયા હતા જે બાદ મામલે ગ્રામજનોમાં પંચાયત શાસકો સામે આક્રોશ ઉભો થયો છે.

Advertisement

Share

Related posts

એકતા કપૂર ‘ડિરેક્ટોરેટ એવોર્ડ’ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓનાં પરિવારોને કુલ 4200 થી વધુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં આવતીકાલે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!