Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંધેર વહીવટ, ભરૂચ જિલ્લાની પાલિકાઓ સામે જીઇબી હાવી, બિલ ભરો અને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવો

Share

ભરૂચ જિલ્લામાં અંધેર વહીવટના વધુ એકવાર લોકોએ દર્શન કર્યા હતા, જ્યાં એક નહીં પરંતુ ત્રણ જેટલી પાલિકાઓ સામે આખરે જીઈબી વિભાગે લાલ આંખ કરી કરોડોના બાકી પડતા નાણાં ભરવા માટે જાણવવામાં આવ્યું છે, જે બાદ જ સ્ટ્રીટ લાઈટો નગરોમાં ચાલુ કરવામાં આવશે તેમ સ્પષ્ટ જણાવી દેતા સત્તાધીશો દોડતા થયા હતા.

ભરૂચ નગરપાલિકા વીજબિલ ભરવામાં અખાડા કરતી હોવાથી જીઇબીએ આખરે ત્રીજુ નેત્ર ખોલ્યું છે. અગાઉ બે વખત વીજ જોડાણો કાપી નાંખ્યા બાદ પણ પાલિકા સત્તાધીશોએ સબક લીધો ન હતો. 20 થી 22 લાખનું બિલ ભરવામાં નહિ આવતાં સોમવારે મોડી સાંજે વીજ જોડાણ કાપી નાંખવામાં આવ્યાં હતાં. ભરૂચની 2 લાખ જનતા પાલિકાના પાપે ટૂંકા ગાળામાં ત્રીજી વખત અંધારા ઉલેચવા મજબુર બન્યાં હતાં. સ્ટેશન રોડ, બંબાખાના, જંબુસર બાયપાસ રોડ, દાંડિયાબજાર સહિતના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટો બંધ કરી હતી. 1,500 જેટલી લાઇટો બંધ રહેતાં અંધારપટ છવાયો હતો.

તો બીજી તરફ આમોદ અને જંબુસર નગર પાલિકાના અંધેર વહીવટના કારણે નગર જનોને અંધારાના દર્શન થયા હતા, બંને પાલિકાએ વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટનું વીજ બિલના કરોડો રૂપિયાની ભરપાઈ ન કરવામાં આવતા આખરે જીઈબી વિભાગે આ પાલિકાઓ સામે બાયો ચઢાવી સ્ટ્રીટ લાઈટના કનેકશન કાપી નાંખી બાકી નાણાં ભરવા માટેની સૂચનાઓ આપી હતી.

Advertisement

આ બધા વચ્ચે વિપક્ષને વધુ એકવાર સત્તા પક્ષને ઘેરવાનો મોકો મળ્યો હતો, જ્યાં સત્તા પક્ષના અંધેર વહીવટ સામે વિપક્ષના સભ્યોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ પાલિકાઓની અણ આવડતની પોલ ખોલી નાંખી હતી અને સત્તા પક્ષને શાશન કરતા આવડતુ નથી જેવા આક્ષેપો પણ કર્યા હતા.


Share

Related posts

લોકસભા ચૂંટણીને લઈ પાલેજ નગરમાં બી.એસ.એફ ની ફ્લેગમાર્ચ યોજાઈ.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે અમિત મૈસુરીયાની વરણી કરાઇ.

ProudOfGujarat

ઝારોળા સમાજની કુળદેવી શ્રી હિમજામાતાની ઉજાણીનો પર્વ ઉત્સાહભેર ઉજવાયો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!