Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની જિલ્લા કલેક્ટર કચેરી પાછળ કચરાના ઢગલામાંથી વિવિધ શાખાના રબર સ્ટેમ્પ સિક્કા મળી આવતા અધિકારીઓ દોડતા થયા

Share

નડિયાદ ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી પાછળ કચરાના ઢગલામાંથી આજે કલેકટર કચેરીની વિવિધ શાખાના રબર સ્ટેમ્પ સિક્કા મળી આવ્યા છે‌ જેના કારણે અધિકારીઓ દોડતા થયા હતા. તપાસ દરમિયાન આ સિક્કા ૨૦૦૩ વખતની ચૂંટણી વિભાગના હોવાનું સામે આવ્યું છે. સ્ટેમ્પ નોન યુઝ હોવાની ખાતરી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

નડિયાદ ડભાણ રોડ પર આવેલ  કલેક્ટર કચેરીમાં હાલમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કચેરીમાંથી  ભેગા થયેલો કચરો કચેરીની પાછળ કચરા પેટીમાં નાખવામાં આવ્યો હતો. આ કચરા પેટીમાંથી રબર સ્ટેમ્પના સિક્કા ફોટા સહીત ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.  સ્ટેપમના સિક્કા ચૂંટણી અધિકારી ચૂંટણી વિભાગના હોવાનું જાણવા મળતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અને લેવામાં આવેલ આધાર કાર્ડ સહીત પાસપોર્ટ ફોટા મળી આવ્યા હોવાની પણ ચર્ચા છે.

આ બાબતે અધિક નિવાસી કલેકટર પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સફાઈ અભિયાન દરમિયાન ભેગો થયેલો કચરો કચરાપેટીમાં નાખવામાં આવ્યો હતો. જેમાંથી આજે મળેલા રબર સ્ટેમ્પના સિક્કા  વર્ષ ૨૦૦૩ વખતની ચૂંટણી વિભાગના છે કોઈ અધિકારીના નથી જે નોન યુઝ છે જેનાથી દૂર ઉપયોગ થાય નહીં.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

દુનિયામા કોઈ કોઈ નુ નથી ને સાર્થક કરતી એક દુ:ખદ અને કરૂણ જીવન કથની નુ જીવનપાત્ર ક્યા વાંચો….

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ રેલી કાઢીને નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

રાજકોટમાં સતત પાંચમાં દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મેટોડામાં વીજળી પડતા યુવાનનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!