કપડવંજ શહેરથી દાણા અનારાને જોડતો માર્ગ સાંકળો હોવાના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવી છે. જેને લઇ હાલ સ્થાનિકો અને રસ્તેથી પસાર થતા લોકો દ્વારા માર્ગ પહોળો કરવાની માંગ કરવામાં આવી હતી. કપડવંજથી દાણા અનારા આંબલીયારા અંકલઈ વાસણા જેવા ગામો આવેલા છે. આ ગામો પર થઈને સીધા અમદાવાદ ઈન્દોર એક્સપ્રેસ હાઈવેને જોડતો આ માર્ગ છે તેમજ આ રોડ સાંકડો હોવાને કારણે વારંવાર અકસ્માતો પણ સર્જાય છે અને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ રોડ પહોળો બનાવવામાં નથી આવી રહ્યો. આ માર્ગ પર ૧૫ થી વધુ ગામડાઓ આવેલા છે. આ ગામડાના રહીશો વેપારીઓ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કપડવંજ આવતા હોય છે. ત્યારે આ માર્ગ દૈનિક ૫૦૦ થી ૬૦૦ વાહનોની અવરજવર થાય છે. જેથી સાંકડો રોડ હોવાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે પંથકના રહીશો રાહ જોઈ રહ્યા છે કે આ માર્ગ ક્યારે પહોળો થાય અને તેઓ ને આ માર્ગ પરથી જવામાં રાહત અનુભવાય.
નરેશ ગનવાણી : નડિયાદ