ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં સૈનિકોને રાષ્ટ્ર નિર્માણમાં બલિદાન અને બહાદુરીથી દેશની રક્ષા કરવાના યોગદાનનાં સન્માનમાં ઓનર રનનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે કર્નલ શક્તિ ગોપાલ વશિષ્ઠ અને વિશેષ અતિથિ તરીકે સચિવ હાજર રહ્યાં હતાં. 1974 માં કર્નલ શક્તિ ગોપાલ વશિષ્ઠ ઈન્ડિયન આર્મીમાં કમિશન થયાં, તેઓ વરિષ્ઠ કમાન્ડ, પસંદગી ગ્રેડના કર્નલ બન્યા અને તેમણે બરોડા ખાતે આર્મી એર ડિફેન્સની એક પ્રતિષ્ઠિત રેજિમેન્ટની કમાન્ડ કરી. તેઓ આતંકવાદ સામે લડવામાં અને શાંતિ જાળવવામાં મારી ભૂમિકા માટે કાશ્મીર વેલીમાંથી વીરતા પુરસ્કાર મેળવનાર છે.
આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતીય સેનાના નિવૃત્ત સૈનિકોની અસાધારણ બહાદુરી અને તેમના નજીકના સંબંધીઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ શાળાને ભારતીય આર્મી વેટરન્સનું ડિરેક્ટોરેટ, દિલ્હી સરકારી સંસ્થા દ્વારા જર્સી અને મેડલ્સ મોકલવામાં આવ્યા હતા.
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં આચાર્ય વૈભવ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભારતીય સેનાના સન્માનમાં ઓનર રનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. આ દિવસના અનુસંધાનમાં આચાર્યએ સ્વાગત સંબોધનમાં અતિથીઓનું સન્મામ કર્યું અને દેશની સેનાનાં સન્માનમાં હાજર વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ અતિથી કર્નલ શક્તિ ગોપાલ વશિષ્ઠજીએ તેમનાં ઉદબોધનમાં બાળકો અને શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો અને ઓનર રનની ભૂમિકા પર ભાર મૂકતા, તેમણે કહ્યું કે તે નાગરિકોને નિવૃત્ત સૈનિકો સાથે જોડાવા દેશેતથા તેઓ તેમની સહાનુભૂતિ અને બહાદુરીની વાર્તાઓથી અવગત થાય અને સન્માન કરે તેવો ઉદ્દેશ્ય છે. તેમને વિશેષઃ એ પણ જણાવ્યું કે આપણાં રોજિંદા જીવનમાં મોબાઈલનો ઉપયોગ ન કરીને કે ઓછો કરિને પરિવારજનો સાથે સમય પસાર કરીએ. સચિવએ પણ તેમનાં ઉદબોધનમાં કર્નલ સાહેબની વાતને સહમતી આપતાં કાર્યક્રમને આગળ વધાર્યો. ત્યારબાદ દોડની શરૂઆત કરવામાં આવી. શાળા ગેટથી શરૂ કરીને જી.આઇ.પી.સી.એલ. ટાઉશિપ ગેટથી શરૂ કરી દોડ કરવામાં આવી. અંતમાં દોડ પૂર્ણ કરીને ટાઉનસેન્ટરે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં દોડમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને મેડલ્સ આપવામાં આવ્યા. ત્યારબાદ વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો માટે ઓડિટોરિયમાં રેફ્રેશમેન્ટ રાખવામાં આવ્યું. અત: રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં ભારતીય સેનાના સન્માનમાં ઓનર રનનું આયોજન કરાયું
Advertisement