Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ચાર મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં IT ના દરોડા

Share

લાંબા સમય બાદ આવકવેરા વિભાગ (IT) સુરત શહેરમાં સક્રિય થયું છે. ત્યારે આજે આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગ (DDI)ના અધિકારીઓ દ્વારા સુરત શહેરના મોટા ગજાના બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેને લઈને ઉદ્યોગપતિ જૂથમાં ફફડાટ મચ્યો છે. DDIની ટીમે આજે વહેલી સવારથી જ સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જે અંતર્ગત સુરતના જાણિતા બિલ્ડર સંજય સુરાના ગ્રુપ, રિંગ રોડના યાર્ન મર્ચન્ટ સહિત જમીનના ધંધા સાથે જોડાયેલા ચાર ગ્રુપો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ તમામ ધંધાર્થીઓના 12થી વધારે સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરાઈ છે. આઈટી વિભાગના અધિકારીઓ બિલ્ડર સૂરના ઘરે અચાનક ઘુસી જતા બિલ્ડર પણ ચોંક્યો હતો.

મુખ્યત્વે બિલ્ડર સુરાના જૂથ તથા રીંગરોડના યાર્ન મર્ચન્ટ તથા જમીન ડેવલપર્સ તથા દલાલી સાથે સંકળાયેલા એક જૂથ મળીને કુલ ચાર જેટલા ધંધાર્થીઓના રહેણાંક તથા ઓફિસો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કોઈ કાર્યવાહી કે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું નહોતું. પરંતુ દિવાળી બાદ એકાએક સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ અલગ અલગ ક્ષેત્રની વ્યવસાયિક પેઢીઓ પર પર હાથ ધરવામાં આવેલ તપાસના પગલે અન્ય વ્યવસાય વર્ગમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે હવે આજના દરોડામાં મોટી કરચોરી ઝડપાઈ તેવી શક્યતાઓ છે. અત્રે નોધનીય છે કે, તાજેતરમાં વલસાડ અને દાદરા નગર હવેલી સેલવાસ ખાતે આવેલી આર.કેબલ નામની કંપની પર વડોદરા, અમદાવાદ તથા સુરત ઇન્કમટેક્સ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. કેબલ ગ્રુપના રમેશ કાબરા તથા અન્ય ડિસ્ટ્રીબ્યુટરના 40 જેટલા સ્થળો પર અસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળા ટાઉન પો.સ્ટે.ને અડીને આવેલી બે બેંકો બહાર ગંભીર ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વિવિધ રમતની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ નગરનાં સોન તલાવડી વિસ્તારમાં એક કિશોરને વીજ પોલનો કરંટ લગતા તેનું મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!