Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત કોંગ્રેસે કર્યા સંગઠનમાં ફેરફાર, અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની કરી નિમણૂક

Share

દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારી શરુ કરી દીધી છે અને આજે રાજ્યમાં અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે.

હજુ ત્રણ ડિસેમ્બરે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે જેમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થયો છે જ્યારે તેલંગાણામાં પ્રથમ વખથ કોંગ્રેસે કબજો મેળવ્યો છે ત્યારે હવે દેશની સૌથી જૂની પાર્ટીની નજર આગામી લોકસભાની ચૂંટણી પર હોય તે માટે ગુજરાત રાજ્યના સંગઠનમાં મોટા ફેરફાર કરતા 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે જેમાં અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયા, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત, જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા, પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર, ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી, આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી, વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયાર, નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલ અને ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

Advertisement

આજે કોંગ્રેસ દ્વારા ગુજરાતના 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂકની જાહેરાત કર્યા બાદ આગામી લોકસભા માટે પોલિટિકલ અફેર કમિટીની પણ જાહેરાત કરી છે જેમાં 17 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે 40 સભ્યોની ગુજરાત પ્રદેશ ઈલેક્શન કમિટીની પણ જાહેરાત કરી છે જેમાં અગ્રણી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઈલેક્શન કમિટિનિ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ રચના કરવામાં આવી છે જેમાં MLA અને પૂર્વ MLA સાથે પૂર્વ પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓને પણ ઈલેક્શન કમિટિમાં નિમણૂક કરવામાં આવી છે.


Share

Related posts

સ્ફુર્ણા ડિઝાઇન સ્કૂલ ઝાડેશ્વર ખાતે ઇન્ટેરિઓર ડિઝાઇન સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના કામ નું એક્સહિબીશન આયોજવામાં આવ્યું હતું

ProudOfGujarat

છેલ્લા ૨૮ માસથી ગુમ/અપહરણ થયેલ નાબાલીક બાળકીને આરોપી સાથે ઝડપી પાડતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડ ભરૂચ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભંગારનો ધંધો સાથે સંકળાયેલ વ્યક્તિઓએ આ સુચનાઓનું અવશ્ય પાલન કરવું ———-

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!