Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીજીની હત્યાના વિરોધમાં કરજણ બંધ, ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

Share

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીજીની હત્યાના વિરોધમાં કરજણ બંધ રહ્યું હતું. કરણી સેનાના અગ્રણી સુખદેવસિંહજી ગોગામેડીજીની ગોળી મારી હત્યા કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હત્યાના વિરોધમાં કરજણના ક્ષત્રિય સમાજ દ્વારા શુક્રવારના રોજ કરજણ બધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનને પગલે સવારથી જ કરજણ નગરના બજારો બંધ રહ્યા હતા. બંધના પગલે નગરના બજારો સૂમસામ ભાસી રહ્યા હતા. જીવનજરૂરિયાતની દુકાનો સિવાય અન્ય દુકાનો બંધ જોવા મળી હતી. જુજ દુકાનો સિવાય અન્ય દુકાનો બંધ રહી હતી. બંધના એલાનને પગલે વેપારીઓએ પોતાની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખી હતી.

કરજણ ક્ષત્રિય સમાજ દ્વારા હત્યાના વિરોધમાં એક આવેદનપત્ર પણ મામલતદાર કચેરી ખાતે પાઠવવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારત દેશના રાજપુત કરણી સેનાના અગ્રણી હતા અને તેઓ સમસ્ત હિન્દુ સમાજ માટે ખુબ જ સારા કાર્યો કરતા હતા. તેઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે જે ખુબ જ દુઃખદ ઘટના છે. હત્યાની ઘટનાને સમસ્ત કરજણ ક્ષત્રિય સમાજે વખોડી કાઢી હતી. સુખદેવસિંહજીની હત્યા કરનાર આરોપીઓને સખતમાં સખત સજા મળે તે માટે તેઓએ માંગ કરી હતી. બંધના એલાનને પગલે કરજણ પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વડોદરા : વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે વ્યસનથી થતી હાનિકારક અસરો વિશે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ચોરીમાં ગયેલ પાંચ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવીઝન પોલીસ

ProudOfGujarat

વિરમગામમાં સ્વ.નાગરભાઇ વડગામા (ગજ્જર)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે “શ્રદ્ધાંજલિ-ભજન સંતવાણી”નું આયોજન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!