Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંજારના વીડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લોખંડની પ્લેટો ચોરી જનાર સાત શખ્સો ઝડપાયા

Share

અંજાર તાલુકાના વીડી નજીક એક દિવસ પહેલા થયેલી ચોરીના પ્રકરણમાં ચોરીના સ્થળેથી વાધુ રકમના સામાનની ચોરી થઈ હોવાનું બહાર આવતાં આ અંગે રૂ. ૨,૦૩,૧૫૦ ની વાધુ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. દરમ્યાન, બનાવ સૃથળે ચોરીદારી કરતાં પોલીસે સાત શખ્સની અટક કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારમાં રહેતા શાંતિલાલ અરજણ બાંભણિયા (સોરઠિયા) ની કંપનીને વાડી ખાતે પાણીનું સમ્પ તાથા ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું કામ મળ્યું હતું પરંતુ દિવાળીના સમયે શ્રમિકો ન હોવાથી કામ બંધ રહ્યું હતું. દરમ્યાન, અહીંથી અમુક શખ્સ છકડો ભરીને પ્લેટો વગેરેની ચોરી કરી ગયા હોવાનું ચોકીદારે જણાવતાં ફરિયાદીએ આ બનાવ અંગે પોલીસ માથકે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં અહીં કામ પૂર્ણ થતાં અને ફરીથી માલની ગણતરી કરાતાં રૃ. ૨,૦૩,૧૫૦ની -પ્લેટા, પાઇપની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. અગાઉનો બનાવ પોલીસ ચોપડે ચડયા બાદ બનાવ સૃથળે ચોકી કરતા યશ નિખિલ દીક્ષિત અને દુષ્યંત યુવરાજસિંહ ગોહિલ નામના શખ્સ ફરાર થઈ ગયા હતા. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા અંજાર પોલીસે હેમરાજ માવજી દેવીપૂજક, સાહિલ ગની સમેજા, સમીર અનવર ખંબર, સિકંદર ઉર્ફે ભવલો હસનખાન પઠાણ, સાદિક રજાક કુરેશી, અકબર જુસબ કલર તાથા મહેબૂબ હારૃન કુરેશીને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેાથી ચોરીમાં ગયેલ ૧૨૦ પ્લેટ, ૧૫૩ લોખંડના પાઇપ તાથા છોટા હાથી છકડો, ચાર મોબાઇલ વગેરે થઈને કુલ રૃ. ૪,૨૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ નાસી ગયેલા ચોકીદાર યશ દીક્ષિત અને દુષ્યંત ગોહિલને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા પો.સ્ટે.ના ગુનાના કામના નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

ProudOfGujarat

નર્મદાના તિલકવાડામાં લકઝરી-રોલરનો અકસ્માત,લકઝરીની નુકસાની વસુલવા 2 નું અપહરણ:તિલકવાડા પોલીસે 5 વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધી.

ProudOfGujarat

નડીયાદ પશ્ચિમ વિસ્તારમાં નવજાત શિશુને બાંકડા પર તરછોડી મહિલા ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!