Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર, પાનોલી ઔદ્યોગિક વસાહતોમાં સીપીસીબીનું ચેકીંગ… ઉધોગકારો માં ફફડાટ…

Share

પોલ્યુટેડ ક્રિટિકલ ઝોન માંથી માંડ માંડ નીકળેલા અંકલેશ્વર,પાનોલી ઔદ્યોગિક અને આસપાસનાં વિસ્તારોમાં પર્યાવરણની ગુણવત્તાના મૂલ્યાંકન સંદર્ભે Comprehensive Environmental Pollution Index આંકની ગણતરી અર્થે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની ટીમ તથા થર્ડ પાર્ટી મોનીટરીંગની ટીમે મુલાકાત લઈ હવા અને પાણીનાં નમૂના લઇ એનાલિસિસ ની પ્રક્રીયા હાથ ધરી છે. સાથે જીપીસીબીની ટીમ પણ તેમાં જોડાઇ હતી. વિવિધ વિસ્તારો માંથી હવા અને પાણીના નમૂના લઈ CEPI આંકની નવી ફોર્મ્યુલા મુજબ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઇડ લાઇનનાં આધારે અંકલેશ્વરનો CEPI આંક નક્કી કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગીક વિસ્તારનો વિકાસ પ્રદૂષણને કારણે રૂંધાય રહ્યો છે. ક્રિટીકલ પોલ્યુટેડ ઝોનની બહાર નીકળવા છતાં પણ 18(1)બી ની કલમના કારણે નવા ઉદ્યોગો આવી શકતા નથી કે હયાત ઉદ્યોગો એક્ષપાન્સન કરી શકતા નથી. હાલમાં CEPI આંકની ગણતરી સંદર્ભે લેવાય રહેલા હવા અને પાણીના નમૂના દ્વારા 18 (1) બી ની કલમ હટી જશે તેવી આશા અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો સેવી રહ્યા છે.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તથા થર્ડ પાર્ટી મોનીટરીંગ ટીમ કે જેમાં એના લેબ અને EFRAC (Edward Food Research and Analysis Centre), કલકતા નો સમાવેશ થાય છે તેમના દ્વારા અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગીક તથા આસપાસના વિસ્તારો માંથી હવા, પાણી અને જમીનનાં નમૂનાઓ લેવાની પ્રક્રીયા હાથ ધરાઇ છે.

Advertisement

આ ટીમ તા.6 ફેબ્રુઆરી 2018 સુધી રોકાયને પાણીનાં નમૂના (Surface Water) તેમજ ભુગર્ભજળ (Ground Water) ના નૂમનાઓ લેશે. જયારે હવાના નમૂનાઓ લેવા માટે એર મોનીટરીંગ સાધનો વિવિધ વિસ્તારોમાં લગાડવાની પ્રક્રીયા પણ હાથ ધરાય છે. આ નમૂના લેવાની પ્રક્રીયા દરમિયાન જીપીસીબીની ટીમ પણ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ સાથે રહી વિવિધ સ્થળોએ નમૂના લેવા મદદ કરી રહી છે. આ નમૂના ઓ ના પરિણામ પર અંકલેશ્વર અને પાનોલી નુ ઔદ્યોગિક ભવિષ્ય નિર્ભર હોવાનું માનવામાં આવી રહ્યું છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મદદનીશ ઇજનેરને ખોટુ બીલ બનાવવાનું દબાણ કરાયું હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

સુરતમાં ઝીંગા ઉદ્યોગમાં ‘વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ’ રોગ ફેલાતા અંદાજિત રૂ. 100 કરોડનું નુકસાન થવાની ભીતિ

ProudOfGujarat

ભારત સહિત વિશ્વના 110 દેશો ખાતે કોરોના વેક્સિનેશન જાગૃતિ અંગેની ઝી-20 સમિટમાં રાજપીપળાનાં યુવરાજ માનવેન્દ્રસિંહ ભાગ લેશે.

ProudOfGujarat
error: Content is protected !!