Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી ઝડપાયો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, બે આરોપીની કરાઈ ધરપકડ

Share

અંકલેશ્વર ના નેશનલ હાઇવે 48 ઉપર સુરત થી વડોદરા તરફ લઈ જવાતા ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ના મોટા જથ્થા સાથે એક આઈસર ટેમ્પો ને પોલીસે ઝડપી પાડી લાખો નૉ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ભરૂચ જિલ્લા માં દારૂ -જુગાર જેવી પ્રવુતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ના વિવિધ પોલીસ મથક ના કર્મીઓ દ્વારા અલગ -અલગ સ્થળે બાતમીના આધારે દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમજ ગુનાખોરી ની ઘટનાઓને અંજામ આપતા તત્વોને જેલ ના સળીયા પાછળ પણ ધકેલવામાં આવી રહ્યા છે, તેવામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ને મોટી સફળતા હાસિલ થઈ છે.

Advertisement

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે 48 ઉપર સુરત તરફ થી વડોદરા તરફ આવતા આઈસર નંબર GJ 23 AW 1550 ને અંકલેશ્વર નજીક અટકાવી તેની તલાસી લેતા ટેમ્પો માં પુંઠા ના બોબીન ની આડ માં ભારતીય બનાવટ નૉ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જે બાદ પોલીસે મામલે મુસ્તાક અહેમદ ભાઈ વ્હોરા રહે, કંસારી, ખંભાત તેમજ શાહરુખ ગુલામ ભાઈ વ્હોરા રહે, લાલ દરવાજા, ખંભાત નાઓને ઝડપી પાડી મામલે દારૂ નૉ મુદ્દામાલ મંગાવનાર ખંભાત નૉ આસીફ વ્હોરા સહિત દારૂ ભરી આપનાર બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી આઈસર ટેમ્પો સહિત વિદેશી દારૂ અને બિયર નૉ જથ્થો મળી કુલ 12,50,400 નૉ મુદ્દામાલ નૉ કબ્જો લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

વડોદરામાં ચૈત્રી નવરાત્રીના પ્રારંભે માતા રાણીના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક ભકતોએ પુજા-અર્ચના કરી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં દઢાલ નજીક ગ્રીનસીટી સોસાયટીમાંથી 2 બાઇકોની ઉઠાંતરી થતા ચકચાર.

ProudOfGujarat

ડભોઇ તાલુકાના કુબેરધામ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!