Proud of Gujarat
FeaturedGujaratINDIA

વ્યારા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના ૬૭ માં મહાપરીનિર્વાણ દિને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

Share

૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ વિશ્વવિભૂતિ, ધ સિમ્બોલ ઓફ નોલેજ, ભારત રત્ન, ભારતીય સંવિધાનના રચયિતા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી મહાપરીનિર્વાણ થયા હતા.

આજે ૬ ડિસેમ્બર ૨૦૨૩ બાબાસાહેબના ૬૭મા મહાપરી નિર્વાણ દિને એસી. એસટી. O.B.C. એકતા મંચ વ્યારા/ તાપી દ્રારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધૂપ દીપ મીણબત્તી પ્રાગટ્ય કરી ભીમ વંદના પ્રાર્થના કરી બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ ઉપરાંત આંબેડકર ભવન વ્યારા ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પણ ફૂલહાર તોરા કરવામાં આવ્યા હતા બહુજન સમાજના અગ્રણીઓ ભવન ખાતે ભેગા થઈ બાબાસાહેબ ના જીવન ચરિત્ર વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી.

Advertisement

આજના બાબાસાહેબના 67 માં મહાપરી નિર્વાણ દિન નિમિત્તે ફડકે નિવાસ વ્યારા ખાતે બહુજન મહામાનવોની પૂર્ણ કદની પ્રતિમાનું મોટું બેનર જેમાં તથા ગૌતમ બુદ્ધ, ક્રાંતિકારી સંત કબીર સાહેબ, મહાત્મા જ્યોતિબા ફુલે, માતા સાવિત્રીબાઈ ફૂલે, આદિવાસી જનનાયક બિરસા મુંડાજી, છત્રપતિ શિવાજી મહારાજ, સંત રોહીદાસ જી મહારાજ વિગેરે મહામાનવોનું તૈલી ચિત્ર ફડકે નિવાસ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું આ તબક્કે ઓબીસી સમાજના અગ્રણી ડોક્ટર ગણેશભાઈ ખેરે, વિજયભાઈ ચૌહાણ, સુશીલાબેન વાઘ, હરીશભાઈ ચૌહાણ તથા સંજયભાઈ રાણા તરફથી પ્રસંગ અનૂચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બહુજન સમાજના અગ્રણી સુરેશભાઈ સાળવે, વ્યારા નગરપાલિકાના નગરસેવક રાકેશભાઈ ચૌધરી, મારુતિ ભાઈ વાઘમારે, રાહુલ વાઘારે તથા વિક્રમભાઈ તરસાડીયા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડ નં.૨ ના નગર સેવિકા નિમિષાબેન તરસાડીયા અને હેમંતભાઇ તરસાડીયાએ ખૂબ જહેમત ઉઠાવી હતી.


Share

Related posts

ઝઘડિયા ચાર રસ્તા પર જાહેર શૌચાલય અને સ્નાનગૃહનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં યુનિસેફ વર્લ્ડ વિઝન અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં સહયોગથી કોવિડ-19 જાગરૂકતા રથનું કરાયું પ્રસ્થાન.

ProudOfGujarat

નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશનને હિન્દુ- મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!