ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકના કર્મીઓ દ્વારા અલગ-અલગ સ્થળે બાતમીના આધારે દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમજ ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપતા તત્વોને જેલના સળીયા પાછળ પણ ધકેલવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ તાલુકા પોલીસને જુગારધામ ઝડપવામાં સફળતા મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકા પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે કારેલા ગામ ખાતે તાડ ફળિયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લામાં પાથરણું પાથરી પત્તા પાના વડે જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા હતા.
તાલુકા પોલીસે મામલે ગોવિંદભાઈ પુનાભાઈ વસાવા રહે, કારેલા ગામ નવી નગરી, (2) ગોકુળ ભાઈ અંબાલાલ વસાવા રહે, કારેલા ગામ (3) ઉર્વેશભાઈ ગોવિંદભાઈ વસાવા રહે, કારેલા ગામ (4) મુકેશભાઈ રાવજી ભાઈ વસાવા રહે કારેલા ગામ (5) રણજીત મોહનભાઇ વસાવા રહે, કારેલા ગામ તેમજ (6) પ્રહલાદ ઉર્ફે કાળિયો પરેશભાઈ વસાવાને ઝડપી પાડી તમામ પાસેથી કુલ 10,650 નો મુદ્દામાલનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.