માંગરોળ તાલુકાના કોસાડી ગામેથી પોતાના ઘરના સભ્યોને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ 15 વર્ષીય તરુણને માંગરોળ પોલીસે ગણતરીના કલાકોમાં ભુસાવલ મહારાષ્ટ્ર ખાતેથી શોધી તેના પરીવાર સાથે મીલન કરાવ્યું હતું
અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી વી. ચંદ્રશંકર સુરત વિભાગ, પોલીસ અધિક્ષક હિતેષ જોયસર બી.કે.વનાર વિભાગીય પોલીસ અધિકારીઓ એ ગુમ થયેલ તરુણને ને શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જેથી એચ.આર.પઢીયાર પોલીસ સબ ઈન્સપેકટર માંગરોલ પો.સ્ટે. નાઓએ સ્ટાફના પોલીસ માણસોને ગુમ થયેલ તરુણ ને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપી કામગીરી શરૂ કરી ચોકકસ દિશામાં વર્ક આઉટ ચાલુ કરેલ આ દરમિયાન રૈયાન S/O અહમદ ઈસ્માઈલ ભુલા ઉ.વ.૧૫ રહે.કોસાડી ગામ ૪૨ ગાળા ફળીયુ તા.માંગરોલ જી.સુરત નાઓ પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર નીકળી ગયો હતો જેને યુકતિ પ્રયુકતિથી શોધખોળ કરી ભુસાવલ મહારાષ્ટ ખાતેથી ગણતરીના કલાકોમા શોધી કાઢી તેના પરીવાર સાથે મિલન કરાવ્યું હતું ઉપરોક્ત પ્રશંસનીય કામગીરી વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બી.કે.વનાર માંગરોળના પો સ ઈ. એચ.આર.પઢીયાર હે.કો.કેતનભાઈ પ્રેમજીભાઈ હે.કો.સોહિલકુમાર મહેશલાલ હે.કો.આનંદભાઈ પ્રેમાભાઈપો.કો.દલસુખભાઇ અમરસિંગભાઇ વગેરે કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ