ઉમરપાડા તાલુકાના જોડવણ ગામના બે વિદ્યાર્થીઓ નદીના પાણીમાં ડૂબી જવાની ઘટના બનતા પરિવારજનોને ₹50,000 નો સહાય ચેક ચૂટાયેલા પદાધિકારીઓના હસ્તે અર્પણ કરાયો હતો.
જોડવાણ ગામના વતની કાનજીભાઈ નાથુભાઈ વસાવા અને યશવંતભાઈ કાન્તિલાલભાઈ વસાવા સહિત બંને વાલીના પુત્રો માંડવી તાલુકાના દેવગઢ અંધારવાડી ગામે સુરત જિલ્લા પંચાયત સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલયની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા. બે માસ અગાઉ બંને વિદ્યાર્થીઓ નદીએ નાહવા ગયા હતા ત્યારે નદીમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી બંને વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા જેની સહાય પેટે જીલ્લા પંચાયત તરફથી બંને વિદ્યાર્થીઓના પરિવારને ₹50,000 લેખે સહાય ચેક ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા અને જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ વસાવાના હસ્તે અર્પણ કરાયો હતો. આ સમયે અન્ય આગેવાનો તાલુકા પંચાયત ઉપપ્રમુખ કરમસિગભાઈ વસાવા, મોટી દેવરુંપણ જોડવાણ ગામના સરપંચ શંકરભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય કાંતિભાઈ પાડવી, ચીતલદા ગામના સરપંચ રાજેશભાઈ, ઉમરખાડી ગામના સરપંચ ગુલાબભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી અર્જુનભાઈ વસાવા વગેરે હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ