Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 9 અને 10 માં પહોંચી

Share

જામનગર મહાનગર પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પરિભ્રમણ કરી રહી છે આજે વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 10 માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પરિભ્રમણ યોજાયું હતું. જેમાં વોર્ડ નંબર નવમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તથા વોર્ડ નંબર 10 માં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 28 ના રોજ મંત્રી મુળુભાઈ બેરા અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સંકલ્પ યાત્રા સમગ્ર શહેરના વોર્ડમાં નિયમિત પરિભ્રમણ કરી રહી છે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 9 અને 10 માં પહોંચી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ રાજ્યના શહેરી અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે જનજાગૃતિ લાવવાના પ્રયત્ન કરવાનો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વોર્ડ નંબર 9 અને 10 માં પરિભ્રમણ કર્યું હતું. જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધારાસભ્ય શ્રી ડેપ્યુટી મેયર વોર્ડના કોર્પોરેટરો તથા શહેર સંગઠનના પ્રમુખ , પ્રભારી, મહામંત્રી દ્વારા રથનું ઉષ્માભેર કુમકુમ અને ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન મુદ્રા યોજના, આયુષ્યમાન ભારત , તથા પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર તથા ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીનો રેકોર્ડેડ વિડીયો સંદેશ સૌએ સાથે મળી નિહાળ્યો હતો, અંતમાં સર્વે અતિથિ વિશેષ તથા શ્રોતાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના શપથ ગ્રહણ કર્યા હતા. *મેરી કહાની મેરી જુબાની* અંતર્ગત આયુષ્યમાન ભારત તથા બાલ વિકાસ યોજનાના, મુદ્રા લોનના, નિધિ લાભાર્થીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.

વોર્ડ નંબર નવમા યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ જણાવ્યું હતું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખરા લાભાર્થી સુધી કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની યોજનાઓ પહોંચે તથા ખરા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેવો રહ્યો છે.

Advertisement

વોર્ડ નંબર 10 માં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ યોજનાઓ ખરા લાભાર્થીઓ સુધી પહોંચાડવાની છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા વિશ્વકર્મા યોજના અમલમાં આવી છે, આ યોજનામાં લાભાર્થીને ₹1,00,000 અને બાદમાં રૂપિયા ત્રણ લાખ સુધીની પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે સરકારશ્રી દ્વારા લોન આપવામાં આવે છે , ઉજાલા યોજના, પી. એમ. સ્વનિધિ યોજના, સૌભાગ્ય યોજના, આયુષ્યમાન ભારત યોજના સહિતની યોજનાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહી છે , પરંતુ આ તમામ યોજનાઓ ખરાં લાભાર્થીઓને જાગૃતતા તરફ લઈ જઈ ખરા લાભાર્થીઓને આ યોજનાઓથી લાભાનવિત કરાવવા તેવો રહ્યો છે.

વોર્ડ નંબર 10 માં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે પરંતુ શ્રમ વિસ્તારોમાં આ યોજનાઓ વિશે જાગૃતિ નથી હોતી. નબળા વર્ગના લાભાર્થીઓને તમામ યોજનાઓનો લાભ મળી રહે જનજાગૃતિ ફેલાવવા માટે રાજ્યના અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ યાત્રાની અંબાજી ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી, અનેક યોજનાઓ કેન્દ્ર સરકારની અમલમાં છે જેમાંની મહત્વની યોજના આયુષ્યમાન ભારત છે, પહેલાના સમયમાં બીમારીમાં કોઈ વ્યક્તિ ડોક્ટરની સારવાર લેવા જતું નહોતું તેવામાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દુખિયાના બેલી બની આયુષ્યમાન ભારત યોજના અમલમાં લાવી આ યોજના થકી સમગ્ર દેશના લોકો ને બીમારીમાંથી રાહત મળી છે, અનેક પ્રકારની બીમારીઓ કેન્સર ટીબી સહિતની બીમારીમાં આયુષ્યમાન કાર્ડ થકી લોકો સારવાર મેળવતા થયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ અત્યંત મહત્વની રહી છે આ યોજના અંતર્ગત સામાન્ય વર્ગના લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે, ભારતીય જન ઔષધીય પરિયોજના જેના થકી મોંઘી દાટ દવાઓ સ્વદેશી અને સસ્તા દરે મળી રહે છે , અનેક યોજનાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની અમલમાં છે, જે તમામ યોજનાઓ જરૂરિયાતમંદ લોકો લાભ લે તેના માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા થકી તમામ લાભાર્થીઓને લાભાનવિત કરવાનો ઉદ્દેશ્ય રહ્યો છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર કુસુમબેન પંડ્યા, ધર્મીનાબેન સોઢા, ધીરેનભાઈ મોનાણી, વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ , આશાબેન રાઠોડ, વોર્ડ નંબર 9 ના પ્રમુખ ભાવેશભાઈ કોઠારી , મહામંત્રી હિતેન્દ્રભાઈ (ચીનાભાઈ) ચોટાઈ, મહામંત્રી હસમુખભાઈ મકવાણા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર પ્રીતિબેન શુક્લ, વોર્ડ નંબર 10 ના પ્રમુખ રાજેશભાઈ નાનાણી, મહામંત્રી કૈલાશભાઈ જેઠવા, મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિલેશભાઈ હાડા, શહેર મંત્રી હિતેભાઈ કણજારીયા, પૂર્વ કોર્પોરેટર નયનાબેન લાખાણી, પ્રભારી પીડી રાયજાદા, મહિલા મોરચાના રેખાબેન કુબાવત , મહિલા મોરચાના આગેવાનો , શહેર સંગઠનના હોદ્દેદારો , જામનગર મહાનગર પાલિકાના કર્મચારીઓ, બહોળા પ્રમાણમાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ : જીલ્લા કોંગ્રેસ દ્વારા વહીવટીતંત્ર પર આકરા પ્રહારો, કામગીરીને લઇને સવાલો.

ProudOfGujarat

સુરતમાં ગુજરાતી યુવાને પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુ નાનકની શાનદાર રંગોળી બનાવી છે.

ProudOfGujarat

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આત્મા પ્રોજેક્ટ ખેડા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!