રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારી સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભો અપાયાં હતા.
અંકલેશ્વરના નવા હરિપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહીત ગ્રામજનો એ રથને આવકારી સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમ માં આંગણવાડીના બાળકો કિશોરીઓ તેમજ ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી, આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા.
લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી. ગામના સરપંચ સંકેત પટેલને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત ,તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઈન, હાજર રહ્યા હતા અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ , જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ સરપંચ સંકેત પટેલ સહીતના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.