સીબીએસઈ 10 મા અને 12 માના બોર્ડની પરીક્ષા 2024 ની ડેટશીટ જાહેર થવાની રાહત જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. CBSE એ 10 મા અને 12 માની બોર્ડની પરીક્ષાઓમાં કોઈપણ વિદ્યાર્થીને કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં અપાય. સાથે જ ઓવરઓલ ડિવિઝન કે એગ્રીગેટ માર્ક્સ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
સીબીએસઈ એક્ઝામ કન્ટ્રોલર સંયમ ભારદ્વાજે કહ્યું કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.10 અને 12માની બોર્ડની પરીક્ષાઓમાં કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપે. તેમણે કહ્યું કે કોઈ ઓવરઓલ ડિવિઝન, ડિંસ્ટિંક્શન કે માર્ક્સને એગ્રીગેટ એટલે કે તમામ વિષયોમાં પ્રાપ્ત કુલ માર્ક્સનો યોગ નહીં અપાય. આ ઉપરાંત જો કોઈ સ્ટુડન્ટ્સે પાંચ જ વિષય રજૂ કર્યા કર્યા છે તો એડમિશન માટે ઈન્સ્ટિટ્યૂટ કે એમ્પ્લોયર ફક્ત બેસ્ટ 5 વિષયોના જ માર્ક્સને જ આધાર માનશે.
શા માટે નિર્ણય લીધો?
ભારદ્વાજે કહ્યું કે બોર્ડ માર્ક્સની ટકાવારીની ગણતરી, જાહેરાત કે સૂચના આપતું નથી. તેમણે કહ્યું કે જો હાયર એજ્યુકેશન કે રોજગારી માટે માર્ક્સની ટકાવારીની જરૂર હોય તો ઈન્સ્ટિટ્યૂટ કે નોકરી આપનાર ખુદ માર્ક્સની ગણતરી કરી શકશે. બોર્ડે માર્ક્સને લઇને મચેલી હોડલ અને અનહેલ્દી કોમ્પિટિશનથી બચવા માટે આ નિર્ણય કર્યો છે. અગાઉ બોર્ડે મેરિટ લિસ્ટ જારી કરવાની પ્રથા પણ ખતમ કરી હતી.