રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જઈ રહી છે. ગુનાખોરો પોલીસની વગર કોઈ બીકે ગુનાખોરી આચરી રહ્યા છે. પોલીસ ક્યાંકને ક્યાંક કચાસ દેખાઈ રહી છે પરંતુ પોલીસ પણ ચાંપતી નજરે ધ્યાન રાખી ગુનાખોરીને પકડી પાડે છે. રાજકોટના હાલ ગાંજા દારૂ વગરનો બેફામ વેપાર ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના એક ગામમાંથી વધુ એક ગાંજાના છોડનું વાવેતર કરતો શખ્સ ઝડપાયો છે. આ શખ્શને રિમાન્ડમાં લઈને પોલીસે ગાંજાના છોડને કબજે કરી શખ્સની પૂછતાછ શરૂ કરે છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં આવેલ જસદણમાંથી ગાંજાના છોડનું વાવેતર કરતો એક શખ્સ ઝડપાયો છે. રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા આ શખ્શને ઝડપી તેની પાસેથી માલ કબ્જે કર્યો છે. પોલીસ ટીમની બાજ નજરથી આ ગુનેગાર રંગે હાથ પકડયો છે. પોલીસમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમી અનુસાર રાજકોટ ગ્રામ્ય SOGની ટીમ જ્યાં ગાંજાના છોડનું વાવેતર થતું હોય તે જગ્યાએ પહોંચી ગાંજાના છોડનું વાવેતર કરતા શખ્શને ઝડપી પડ્યો છે. હાલ પોલીસે શખ્શની પૂછપરછ આદરી છે. શખ્સે વાવેલ ૧૧૬.૪૫ કિલોનાં કુલ ૪૫ ગાંજાના છોડને પોતાને કબજે કરી ગુનેગારને પણ રિમાન્ડમાં લીધી છે.
રાજકોટમાં ગાંજાના છોડનું વાવેતર કરતો એક શખ્સ ઝડપાયો
Advertisement