કપડવંજ તથા આસપાસના વિસ્તારોમાં એમજીવીસીએલે વીજ ચેકિંગ હાથ ધરતા રૂ.૫ લાખના ૧૪ જેટલા વીજચોરીના કેસો ઝડપી પાડવામાં આવ્યા હતા. કપડવંજ સહિતના વિસ્તારોમાં ચાલતા વીજચોરીના દુષણને ડામવા એમજીવીસીએલ વિભાગની મહેમદાવાદ વિભાગીય કચેરી હેઠળની પેટા વિભાગીય કચેરી તથા વિભાગીય કચેરીના ચેકિંગ અધિકારીઓ દ્વારા સાંજના સમયમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું.
કપડવંજના ભૂંગળિયા, બેટાવાડા, નિર્માલી, તેલનાર, વ્યાસજીના મુવાડા, કલાજી, અલવા, લાલ માંડવા, ભોજના મુવાડા, સિંગાલી, ઉકરડાના મુવાડા, વાવના મુવાડા, કર્કરિયા, આંતર સુમ્બા, તેયબપૂરા, દંતાલી, વણજારિયા, વડાલી, લેટર સહિતના વિવિધ ગામોમાં સઘન વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં આશરે પાંચ લાખના ૧૪ જેટલા વીજચોરીના કેસ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેના લીધે કપડવંજના વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આવનારા સમયમાં પણ વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાશે.