વડોદરાના વાઘોડિયા અને સેલવાસ સ્થિત પ્રોડક્શન યુનિટ ધરાવતી આર.આર. કેબલ કંપનીના સંચાલકોના નિવાસસ્થાન તેમજ કંપનીની મુંબઈ સ્થિત હેડ ઓફિસ, વડોદરા એલેમ્બિક કેમ્પસમાં આવેલી ઓફિસ સહિત વિવિધ બ્રાન્ચઓફિસ મળી 35 થી વધુ સ્થળો પર દેશ વ્યાપી આવકવેરાના સામૂહિક દરોડા આજે વહેલી સવારથી પાડવામાં આવ્યા છે.
વડોદરાની ઇલેક્ટ્રોનિક અને કેબલ વ્યવસાયમાં નામાંકિત આર આર કેબલ ના સંચાલકો ત્રિભોવનદાસ કાબરા અને મહેશ કાબરા પરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે તેઓના અલકાપુરી સ્થિત નિવાસસ્થાન તેમજ વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આવેલી ફેક્ટરી ઉપરાંત સેલવાસ ખાતે આવેલી ફેક્ટરી મુંબઈ સ્થિત હેડ ઓફિસ વડોદરા એલેમ્બિક કેમ્પસ ગોરવા ખાતે આવેલી બ્રાન્ચ ઓફિસ તેમ જ અમદાવાદ, સુરત સહિત દેશમાં વિવિધ શહેરોમાં આવેલી બ્રાન્ચ ઓફિસો ખાતે આવકવેરા વિભાગ કામગીરીની હાથ ધરાઈ હતી. આવકવેરા વિભાગના દેશવ્યાપી દરોડામાં આવકવેરાના અધિકારીઓની ટીમોએ કેબલના વ્યવસાયમાં થતી ગેરરીતિઓ ની તપાસ કરી રહ્યા છે સાથે સાથે ખરીદ વેચાણના જરૂરી દસ્તાવેજો કોમ્પ્યુટરમાં રાખેલા હિસાબો વિગેરેની માહિતી મેળવી રહ્યા છે એટલું જ નહીં આ દેશ વ્યાપી દરોડામાં આર. આર. કેબલ કંપનીના સંચાલકોને ત્યાંથી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળે તેવી શક્યતાઓ રહેલી છે.
આઈ.ટીની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમના નિવાસ્થાને પહોંચી છે. આઈ.ટીના 8 અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એલેમ્બિક રોડ ખાતે આવેલ આર.આર.કેબલની ઓફિસે સર્ચ ચાલી રહ્યું છે. કંપનીના દસ્તાવેજ, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્કની તપાસ હાથ ધરાઈ છે. તમામ કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. ફક્ત અગ્રણી કર્મીઓને જ ઓફિસમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. અગાઉ શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી હતી
અગાઉ શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી હતી. આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર થોડા દિવસ પહેલા ઈન્કમટેક્સ વિભાગે દરોડા પડ્યા હતા. આ સિવાય તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહેશ કેમિકલ ગ્રુપના અલગ-અલગ સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગે તપાસ કરી હતી.