રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોરકંડા ગામમાં પેવરબ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સંસદ સભ્યશ્રી રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાંથી જામનગર તાલુકામાં આવેલા મોરકંડા ગામમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર અને સ્મશાન ગૃહની આસપાસ રૂ.5 લાખના ખર્ચે નવા પેવરબ્લોક મુકવામાં આવશે.
કેબિનેટ મંત્રીના હસ્તે પેવરબ્લોકના વિકાસકાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીએ ગ્રામસભા ભરી હતી, અને ગ્રામજનોની સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં, આગેવાન મુકુંદભાઈ સભાયા, દિનેશભાઈ પરમાર, મનજીભાઈ કટેશીયા, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.
Advertisement