નડિયાદ શહેરમાં જવાહરનગર વિસ્તારમાં આવેલ શીશમહલ અમરધામ ગુરુદ્વારામાં શ્રી ગુરુ નાનક દેવજી મહારાજની ૫૫૪ મી જન્મજયંતિ ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી હતી. વહેલી સવારથી જ ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને વાહેગુરૂ વાહેગુરૂ ધન ગુરુ નાનક સારા જગ તાર્યા નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રી ગુરુ નાનક દેવજી મહારાજ નો જન્મ કારતક સુદ પૂનમ રાત્રે ૧:૨૦ વાગે થયો હતો. આ દિવસે ગુરુદ્વારામાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. સવારે શ્રી ગુરુ ગ્રંથ સાહેબ મહારાજના પાઠની સમાપ્તિ (ભોગ સાહેબ ) પૂજા અર્ચના, ભજન કીર્તન, આરતી, અરદાસ, હવન તેમજ લંગરનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પર્વ નિમિતે ગુરુદ્વારા ને દીપમાળા તથા રોશનીથી શણગારવામાં આવ્યું હતું. રાત્રે ૯ વાગે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો અને રાત્રે ૧.૨૦ એ શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં સિંધી સમાજ તેમજ સીખ ધર્મના ભક્તજનો ઉમટી પડ્યા હતા. નડિયાદ રામતલાવડી પાસે આવેલ ગુરૂદ્વારામાં શીખ ધર્મના સ્થાપક ગુરૂનાનક દેવજીની ૫૫૪ મી જન્મજયંતી (પ્રકાશ ઉત્સવ) ધામધૂમ પૂર્વક ઉજવાયો ગુરૂદ્વારામાં ઉત્સવ નિમિતે ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. લગર (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું હતુ.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદમાં શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો ૫૫૪ મો પ્રકાશ ઉત્સવ ઉજવાયો
Advertisement