માતર તાલુકાના અલીન્દ્રાના ગામે રહેતા મહમદયુસુફ ગુલામરસુલ મોમીન સુથારી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ૧૧ નવેમ્બરના રોજ મોબાઈલ ફોનમાં ફેસબુક ઉપર વિડીયો જોતા હતા તે વખતે એક વિડિયો જેમાં ધની ફાઈનાન્સ લખીને આવેલો અને લોન જોઈતી હોય તો એપ્લાય કરો તેવો વિડીયો હતો. જે દર્શાવેલા નંબર પર મહમદયુસુફે ફોન કરતા સામેવાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ ધની ફાઇનાન્સમાંથી બોલું છું તેમ કહ્યું હતું.
મહમદયુસુફને લોન માટે શુ પ્રોસેસ છે તે પુછતા સામે વાળી વ્યક્તિએ કહ્યું કે તમારા વોટ્સઅપ ઉપર પીડીએફ મોકલી હતી જેમા ૧૦ લાખની લોન મામલે ઓછા ટકે વ્યાજ હોય તેઓ લલચાયા હતા. અને પોતાના અંગત ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંકની પાસબુક સહિતના ડોક્યુમેન્ટ વોટ્સએપ દ્વારા અજાણી વ્યક્તિને સેર કર્યા હતા. ત્યારબાદ ગઠિયાએ એપ્રુવ લેટર મોકલી લોનના જુદાજુદા ચાર્જ પેટે મહમદયુસુફ પાસેથી કુલ રૂપિયા ૪૪,૪૨૫ પડાવી લીધા હતા. ત્યારબાદ પણ અન્ય રૂપિયાની માગણી કરતા મહમદયુસુફને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ લોન મંજૂર કરો અથવા તો આ લીધેલા નાણાં પરત આપો તેમ જણાવ્યું હતું. જોકે ત્યારબાદ પણ લોનના નાણાં આપેલા રૂપિયા પરત ના આવતા તેઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા સમગ્ર મામલે જે તે સમયે સાયબર હેલ્પ ડેસ્ક ઉપર અને ગઇકાલે માતર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ