ભરૂચના નાંદ ગામમાં દીપડો વારંવાર દેખા દેતા ગ્રામ પંચાયતના સરપંચે ફોરેસ્ટ અધિકારી સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી દીપડો પકડવાની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
આ લેખીત આવેદનપત્રમાં નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવા એ જણાવ્યું છે કે ગામમાં અવારનવાર દીપડો દેખા દે છે. ગામમાં આવેલ સત્યનારાયણ મંદિર પાસે તાજેતરમાં એક પશુ માલિકનો પાડો બાંધેલો હોય રાત્રિના સમયે દીપડાએ ગામમાં પ્રવેશી આ પાડાનું મારણ કર્યું હતું. અવારનવાર ગામમાં દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. દીપડાના આતંકના કારણે ગ્રામજનો પોતાના ઘરથી બહાર નીકળવામાં પણ ભય અનુભવી રહ્યા છે તો વહેલી તકે દીપડાને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત ફોરેસ્ટ અધિકારીને કરી છે.
Advertisement