Proud of Gujarat
FeaturedGujaratINDIA

એલએન્ડટી ફાઈનાન્સે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) સાથે 125 મિલિયન યુએસડી માટે તેના પ્રથમ ધિરાણ કરાર કર્યા

Share

• એડીબી એલએન્ડટી ઇકોસિસ્ટમને તેની પ્રથમ લોન એલએન્ડટી ફાઈનાન્સને 125 મિલિયન યુએસડીની લાંબા ગાળાની લોનના સ્વરૂપમાં આપશે.

• એલએન્ડટી ફાઈનાન્સ ભારતમાં ગ્રામીણ અને અર્ધ -શહેરી વિસ્તારોમાં ખાસ કરીને મહિલા ઉધાર ધિરાણદારને ધિરાણનો ટેકો આપવા માટે ભંડોળ ફાળવશે

Advertisement

• ભંડોળમાં એડીબી તરફથી 125 મિલિયન યુએસડી સુધીની લોન અને અન્ય ડેવલપમેન્ટ પાર્ટનર્સ પાસેથી વધારાના 125 મિલિયન યુએસડીના સહ-ધિરાણને સિન્ડિકેટ કરવાના કરારનો સમાવેશ થાય છે.

• ભંડોળની આવકના ઓછામાં ઓછા 40 ટકા મહિલા ધિરાણદારો માટે ફાળવવામાં આવી છે, જ્યારે બાકીની રકમ ખેડૂતો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો (એમએસએમઈ) તેમજ નવા ટુ-વ્હીલર્સ વાહનો ખરીદવા માટેની લોનને ટેકો આપશે.

• એલએન્ડટી ફાઈનાન્સ માટે આ લાંબા ગાળાની લોન કંપનીની તેના ભંડોળના સ્ત્રોતોમાં વૈવિધ્યતા લાવવાની સળંગ વ્યૂહરચનાનો એક ભાગ છે.

દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સે ભારતમાં ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખાસ કરીને મહિલા ઋણધારકો માટેના ધિરાણને સમર્થન આપવા માટે 125 મિલિયન યુએસડીના ભંડોળ માટે એડીબી સાથે ફાઇનાન્સિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ભંડોળમાં એડીબી તરફથી 125 મિલિયન યુએસડી સુધીની લોન અને અન્ય ડેવલપમેન્ટ પાર્ટનર્સ પાસેથી વધારાના 125 મિલિયન યુએસડીના સહ-ધિરાણને સિન્ડિકેટ કરવાના કરારનો સમાવેશ થાય છે. ઓછામાં ઓછી 40 ટકા રકમ મહિલા ધિરાણદાર માટે ફાળવવામાં આવી છે, જ્યારે બાકીની રકમ ખેડૂતો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઈ) તેમજ નવા ટુ-વ્હીલર્સ વાહનો ખરીદવા માટેની લોનને ટેકો આપશે.

હસ્તાક્ષર સમારંભમાં ટિપ્પણી કરતા એલએન્ડટી ફાઈનાન્સના ગ્રુપ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર શ્રી સચિન જોશીએ જણાવ્યું હતું કે, “એડીબી સાથેનો આ સહયોગ સામાજિક જવાબદારીના અમારા મૂળ મૂલ્યો સાથે સંરેખિત છે. અમારું માનવું છે કે એડીબી સાથેની આ ભાગીદારી એક મહત્વપૂર્ણ પગલું છે અને તે નાણાકીય અંતરને દૂર કરવા અને સમગ્ર દેશમાં સર્વ સમાવેશક આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના અમારા ચાલી રહેલા પ્રયાસોને વેગ આપશે. અમારી કંપની માટે, આ લાંબા ગાળાની લોન અમારા ભંડોળના સ્ત્રોતોમાં વિવિધતા લાવવાની અમારી સળંગ વ્યૂહરચનાનો એક ભાગ છે. એલએન્ડટી ફાઈનાન્સમાં, અમે જે સમુદાયોમાં સેવા આપીએ છીએ તેના પર નાણાકીય સમાવેશકતાની ઊંડી અસરને અમે ઓળખીએ છીએ. અને, ભારતમાં સર્વિસીસ નહીં ધરાવતા અને નાણાકીય રીતે પાછળ રહેલા રાજ્યોમાં અમારી ધિરાણની પ્રવૃત્તિઓ દ્વારા, અમે વ્યક્તિઓને ખાસ કરીને મહિલાઓને, ખેડૂતો અને એમએસએમઈને સશક્ત બનાવવા માટે પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરીએ છીએ, આમ આર્થિક સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપીએ છીએ.”

સ્થિર ગ્રામીણ આર્થિક વૃદ્ધિ હોવા છતાં, ગ્રામીણ સમુદાયો નાણાકીય સર્વિસીસ મેળવવામાં નોંધપાત્ર અવરોધોનો સામનો કરે છે. લગભગ 70 ટકા સીમાંત ખેડૂતો પાસે બેંક ખાતું નથી અને 87 ટકા પાસે ધિરાણનો અભાવ છે. મહિલાઓને અપ્રમાણસર અસર થાય છે, માત્ર 14 ટકાને જ ધિરાણ મળે છે.

માઇક્રોલોન્સ, ફાર્મ ઇક્વિપમેન્ટ લોન, ટુ-વ્હીલર લોન અને એમએસએમઈ લોનને મધ્યમ ગાળામાં અપેક્ષિત મજબૂત વૃદ્ધિની સંભાવના ધરાવતા સેગમેન્ટ તરીકે ઓળખવામાં આવી છે. ભારતના પછાત રાજ્યોના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે ભારતના ગ્રામીણ વિકાસ મંત્રાલયના લક્ષ્યો સાથે જોડાયેલો છે.

એડીબીના પ્રાઇવેટ સેક્ટર ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ સુઝૈન ગેબોરીએ જણાવ્યું હતું કે, “ગ્રામીણ ભારતમાં દેશની 65 ટકા વસ્તી કૃષિ સાથે સંકળાયેલી છે જે રાષ્ટ્રીય આવકમાં લગભગ અરધો-અરધ યોગદાન આપે છે. એલએન્ડટી ફાઈનાન્સ સાથેની આ ભાગીદારી, જે સ્તરે ધિરાણ આપવાની ક્ષમતા ધરાવે છે, તે એડીબીને મહિલા ઋણધારકો સુધી પહોંચવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વ્યક્તિગત આજીવિકા અને નાના વ્યવસાયોને ટેકો આપવા સક્ષમ બનાવે છે.”

સુચિત્રા આયરે


Share

Related posts

ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ની પેટા ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર નો ભવ્ય વિજય થતા સમર્થકો માં ઉત્સાહ નો માહોલ છવાયો હતો……..

ProudOfGujarat

ભરૂચ : શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ જંબુસર બ્રાન્ચ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડાના આમલીદાબડા ગામેથી ગોળપાણી રસાયણ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!