Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો કરાશે સર્વે

Share

ગઈકાલે રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે વિનાશ નોતર્યો છે. રાજ્યમાં 220 તાલુકાઓમાં ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની હાલત કપરી કરી દીધી છે. શિયાળાની ઋતુમાં ભારે પવન સાથે વરસાદથી સૌથી વધુ નુકશાન ખેડૂતોનું થયું છે. એવામાં સરકાર તરફથી એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલી નુકસાનીને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્થિતિની જાણકારી મેળવી છે. નુકસાનીના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય જાહેર કરી શકે છે.આ સિવાય પણ ખેડૂતોને ઉભા પાકની સામે વળતર આપવાની માંગ કરતો પત્ર પણ કડીના ભાજપના જ ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા લખવામાં આવ્યો હતો. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર તેમણે પત્ર લખ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના કાંસિયા -અમરત પુરા વિસ્તાર માં દેશી દારૂની ભઠ્ઠીઓ ફૂલી ફાટી, ખુલ્લેઆમ બુટલેગરો ના નાપાક કારનામા યથાવત..?

ProudOfGujarat

એકતાનગર ગોરા ઘાટ ખાતે મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી.

ProudOfGujarat

વનરક્ષક પરીક્ષાનું પેપર લીક થતા નર્મદા યુથ કોંગ્રેસે કર્યો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!