Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ, માંગરોળ, ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદી માહોલ જામ્યો

Share

ઉમરપાડા તાલુકામાં કેવડી, ઉમરઝર, વાડીમાં ધીમીધારે વરસાદ જોવા મળી રહ્યો છે. માંગરોળ તાલુકાના વાંકલ, મોસાલી, ભડકુવા, નાંદોલા, આંબાવાડી વિગેરે વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

હવામાન વિભાગની માવઠાની આગાહી સાચી પડી છે ત્યારે રવિવારની સવારથી અને તેની આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું છે. તે સાથે કાળા ડીબાંગ વાદળો અને વીજળીની ગર્જના સાથે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે. શિયાળાની ઋતુમાં જાણે ચોમાસું નવેસરથી સક્રિય થયુ હોય તેવું વાતાવરણ બન્યું છે. સાથે ધરતીપુત્રોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ડાંગર, તુવેર અને રવિ પાક તેમજ ઘાસચારો ભીંજાતા પશુપાલકો પણ મુશ્કેલી જોવા મળી રહી છે.

Advertisement

વિનોદ મૈસુરીયા : વાંકલ


Share

Related posts

ગોધરામાં વધુ 4 કેસ પોઝિટિવ મળતા જિલ્લામાં સંક્રમિત વ્યક્તિઓની કુલ સંખ્યા 20 થઈ, સક્રિય કેસોની સંખ્યા 18.

ProudOfGujarat

હાંસોટ તાલુકા પંચાયત ખાતે આયુષ્યમાન ભવ: ૦.૩ પ્રોગામ લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દહેગામ બાયડ રોડ પર આવેલા કડજોદરા ખાતે ડમ્પર ચાલકે એક વિદ્યાર્થી સાયકલ સવારને કચડી નાંખતા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!