વાંકલ ખાતે સુરત અને તાપી જિલ્લાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સાત દિવસનો પ્રાથમિક શિક્ષા વર્ગ યોજાયો. સુરત જિલ્લામાંથી 30 સ્થાન પરથી 46 સ્વયં સેવકો તાપી જિલ્લામાંથી 20 સ્થાન પરથી 36 કાર્યકરો કુલ શિબિરમાં બંને જિલ્લામાંથી 79 જેટલા સ્વયંસેવકો અને પ્રશિક્ષણ આપવા માટે 10 શિક્ષકો જોડાયા હતા શિબિરમાં દિવસ દરમિયાન વિવિધ શારીરિક અને બૌદ્ધિક જ્ઞાન આપવાના કાર્ય શાળા યોજાઇ.
વર્ગ કાર્યવાહક પ્રોફેસર વસંતભાઈ ગામીત જણાવ્યું કે લોકોના સહયોગ અને વિચારથી ચાલતો આ સંઘ રાષ્ટ્ર નિર્માણ કરવાનુ કામ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દોઢ વર્ષ બાદ સો વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે તેમણે દેશ રાષ્ટ્ર સમાજ માટે સંગઠન કામ કરવા જણાવ્યું મહિલાઓનો સમિતિના વર્ગો ચાલે છે જેમાં પણ મહિલાઓએ ભાગ લેવ જોઈએ આવનાર દિવસોમાં સમાજનું કામ પર્યાવરણ બચાવવાનું છે શિક્ષા વર્ગમાં વર્ગ કાર્યવાહક પ્રોફેસર વસંતભાઈ ગામીત વર્ગ વાલી અર્જુનભાઈ પુરોહિત જશવંતભાઈ ચૌહાણ વેલાછા સહકાર્યવાહક કેવડી અરવિંદભાઈ વસાવા ડો. ધ્રુવિલભાઈ ચૌધરી અને વાંકલના જગદીશભાઈ પટેલ ધર્મેશભાઈ વસાવા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ