બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે ના નિરાંત નગર રોડ ઉપર ભરૂચ એસ ઓ જી ની ટિમ પેટ્રોલીંગ માં હતી તે દરમિયાન મળેલ બાતમી ના આધારે વોચ ગોઠવી મોપેડ લઇ ને પસાર થઇ રહેલા વૃધ્ધ ને પોલીસે અટકાવી તલાસી લેતા અંદાજીત ૧ કી.લો ગ્રામ જેટલો ગાંજા નો જથ્થો વૃધ્ધ પાસે થી મળી આવ્યો હતો……..
ભરૂચ એસ ઓ જી પોલીસે ગાંજા ના જથ્થા સાથે સુરતી ભાગોળ વિસ્તાર ખાતે ના ગુજરાત હાઉસીંગ બોર્ડ માં રહેતા બળવંત રાય દામોદર ઠક્કર ઉ.વ.૭૧ ને ગાંજા નો જથ્થો કિંમત ૭૦૦૦ તેમજ મોપેડ કિંમત ૩૦ ૦૦૦ અને એક મોબાઈલ મળી કુલ ૩૭ હજાર ઉપરાંત નો મુદ્દામાલ નો કબ્જો મેળવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી….
અત્રે ઉલ્લેખનીય છે કે નશા ની દુનિયા માં અંકલેશ્વર ને બદનામી તરફ ધકેલ નારા અને છુટોદોર મળી ગયો હોય તેમ બિન્દાસ આ પ્રકારે મોપેડ ઉપર શહેર માં ગાંજા ના જથ્થા લઇ ને નિકળનાર પાસે થી અંકલેશ્વર જેવા શહેર માં આ પ્રકાર ના નશા નો કારોબાર કેટલા સમય થી અને કોના આશીર્વાદ થી થઇ રહ્યો છે તે જાણી શકાય તેમ છે અને આ અગાઉ પણ કેટલા પ્રમાણ માં ગાંજા નો જથ્થો શહેર માં આવ્યો હતો તે અંગે પણ એસ ઓ જી પોલીસ ને ઝડપાયેલ શખ્સ પાસે થી પૂછપરછ માં મોટી સફળતા હાથ લાગી શકે તેવી લોક ચર્ચા પણ ચાલી રહી છે…હાલ તો સમગ્ર મામલા અને એસ ઓ જી ભરૂચએ જથ્થો ક્યાં થી લઇ કોને પહોંચાડવામાં આવી રહ્યો હતો તે અંગે ની વધુ તપાસ હાથ ધરી છે………
(હારૂન પટેલ)