Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન 11 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતાં મોત

Share

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં હાલ લીલી પરિક્રમાં ચાલી રહી છે જેમાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે ત્યારે પ્રરિક્રમાં કરવા આવેલી 11 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ચાલી રહેલી પરિક્રમામાં અનેક જગ્યાએથી ભાવિકો આવી પહોચ્યા છે અને 36 કિલોમીટર લાંબી આ પરિક્રમાં શરુ થઈ ત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પરિક્રમાંના રુટ પર આવતા વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી છે. જેમાં લીલી પરિક્રમા કરવા અમરેલીના રાજુલાથી પરિવાર સાથે આવેલી 11 વર્ષીય પાયલ સાખન નામની બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત નિપજ્યું હતું. આ ઘટના પરિક્રમા દરમિયાન બોરદેવી નજીક બની હતી.

Advertisement

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ દીપડાએ બાળકીને ઉઠાવીને 50 મીટર જંગલમાં ઢસેડી હતી. હાલ બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે અને આ હુમલાને પગલે પોલીસ અને વનવિભાગ સતર્ક થયું છે તેમજ ઘટનાથી બાળકીના પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં અવાર નવાર દીપડા તેમજ સિંહના હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે હવે લીલી પ્રરિક્રમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.


Share

Related posts

મગરને રેસ્કયુ કરવા વન વિભાગની ત્રણ જેટલી ટીમને સ્ટેન્ડ બાય મોડપર રખાઈ

ProudOfGujarat

બોડી મસાજની આડમાં ચાલતા લોહીના વેપાર પર પોલીસે ની રેડ….જાણો ક્યાં ત્રણ વિદેશી લલના, અેક ગ્રાહક અને મેનેજરની ધરપકડ

ProudOfGujarat

બાસ્કામાં ગ્રામજનો દ્વારા સજજડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો :સસ્તા અનાજ ની દુકાન નો પરવાનો ગામ બહાર ની મંડળી ને ન આપવા પ્રાંત અધિકારી આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!