Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના પાંદરી ગામથી આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાયો.

Share

મોદી સરકારની ગેરંટી યોજનાઓ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરકારની અલગ અલગ યોજનાઓ જેમ કે ખેડૂતલક્ષી યોજનાઓ, આરોગ્યલક્ષી યોજનાઓ, સહિતની સરકારી યોજનાઓ, પુરવઠા યોજના, આંગણવાડી, બેન્કલક્ષી યોજનાઓ વિષયક માહિતી આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોનુ પુષ્પગુચ્છ અર્પણ કરી કરવામાં આવી હતી.

ત્યારે પાદરી ગામની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં વિધાનસભા 61 ના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા, ઉપપ્રમુખ વિક્રમભાઈ વડેખણીયા, તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ઝાલા, લીબડી પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ અને આ ગામનાં સરપંચ બાબુભાઈ સહિતના હાજર રહ્યા હતા તેમજ દરેક સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ આવી યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓ દ્રારા પણ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભાવો દ્રારા તમામ સરકારી યોજનાઓની સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો નાના બાળકો દ્રારા નાટકરૂપી નાટક કરી ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓ અને ખેતીવિષયક માહિતી આપવામાં આવી હતી ત્યારે કાર્યક્રમના અંતે આવેલ આપણો સંકલ્પ વિકસિત ભારત રથમાં યોજનાઓ અંર્તગત સોર્ટ વિડિયો દેખાડી ગામજનોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

માંગરોળ : પ્લાસ્ટિક થેલીનો પ્રતિબંધ હોવા છતાં બેફામ ઉપયોગ, સરકારના જવાબદાર વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં.

ProudOfGujarat

પ્રજાસત્તાક પર્વ નિમિતે નેત્રંગની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાધિકા પટેલનુ સન્માન કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુએ જિલ્લામાં કોરોના સંક્રમણ સામે કામગીરીની સમીક્ષા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!