જામનગર માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે 16880 મણની આવક થઈ હતી અને રૂ.1540 સુધીના ભાવે સોદા થયા હતાં. જ્યારે અન્ય 17 જણસીઓ હરાજીમાં આવી હતી. યાર્ડમાં જગ્યાના અભાવે મગફળીની આવક બંધ છે. જે ખેડુતોની મગફળી યાર્ડમાં છે. તેની હરરાજી જ ચાલુ છે.
હાપા યાર્ડમાં બાજરી 33 મણ, ઘઉં 658, મગ 23, અળદ 3, ચોળી 3, ચણા 518, એરંડા 143, રાયડો 368, લસણ 8415, કપાસ 16880, અજમો 41, અજમાની ભુસી 41, ધાણી 938, ડુંગળી સુકી 4500, સોયાબીન 1750 મણની આવક થઈ હતી.
જેમાં બાજરીના રૂ.350 થી 441, ઘઉંના 491થી 629, મગના 1200 થી 1835, અળદના 1400 થી 1960, ચોળીના 1500 થી. 2045, ચણાના 1025થી 1195,જીણી મગફળીના 1100થી 2000,
જાડી મગફળીના 1150 થી 1315, એરંડાના 1071થી 1120, રાયડાના 995થી 1015, લસણના 1500થી 3110, કપાસના 1200થી 1540, જીરૂના 8000થી 8415, અજમો 2835થી 3605, અજમાની ભુસીના 100થી 1860, ધાણાના 1100થી 1560, સુકી ડુંગળીના 400થી 1000, સોયાબીનના 880 થી 1015 સુધીના ભાવે સોદા થયા હતાં.