Proud of Gujarat
EntertainmentFeaturedGujaratINDIA

એકતા કપૂર ‘ડિરેક્ટોરેટ એવોર્ડ’ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની

Share

ન્યૂયોર્કમાં પ્રખ્યાત ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંથી એક છે. આ એવોર્ડ સમારોહમાં આર્ટ અને એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સને 14 જુદી-જુદી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં ઓટીટીની દુનિયા પર પોતાના કન્ટેન્ટ દ્વારા રાજ કરનાર ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. ટીવી ઇન્ડસ્ટ્રીની ક્વીન એકતા કપૂર અને કોમેડિયન વીર દાસને આ ઇન્ટરનેશનલ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. એકતા કપૂર ‘ડિરેક્ટોરેટ એવોર્ડ’ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની ગઈ છે.

વીર દાસ કોમેડિયનની સાથે સાથે એક્ટર અને સંગીતકાર પણ છે. તેણે આ સન્માન તેના કોમેડિયન સ્પેશિયલ ‘વીર દાસ: લેન્ડિંગ’ માટે આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં વીર દાસે ભારતીય-અમેરિકન સંસ્કૃતિના આંતરછેદને રાજકીય દ્રષ્ટિકોણથી બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મને વીર દાસે ડાયરેક્ટ કરી હતી. વીર દાસ: લેન્ડિંગની સાથે ડેરી ગર્લ્સ સિઝન-3ને પણ કોમેડી માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ્સ આપવામાં આવ્યો છે.

Advertisement

વીર દાસ ને આ પહેલા વર્ષ 2021માં તેના કોમેડી શો ‘ટુ ઈન્ડિયા’ માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો પરંતુ તે આ એવોર્ડ જીતી શક્યો ન હતો. આ વર્ષે ‘દિલ્હી ક્રાઈમ 2’ માટે એક્ટ્રેસ શેફાલી શાહ અને ‘રોકેટ બોયઝ 2’ માટે એક્ટર જિમ સરબને પણ ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.


Share

Related posts

ભરૂચ દહેજની લુના કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat

રાજકોટ-કણકોટ પાસે મહિલાની કોહવાયેલી હાલતમાં મળેલી લાશનો કેસ-બે શખ્સોની કરી પોલીસે ધરપકડ..

ProudOfGujarat

આગામી સમયમાં સિનેમાઘરોમાં કઈ ફિલ્મો રીલીઝ થશે… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!