Proud of Gujarat
FeaturedGujaratINDIA

બેટી કો ચૂંટણી લડના હૈ મગર ક્યા જૂથ વાડ કા ડર લગતા હૈ..? કોંગ્રેસ અગ્રણી મુમતાઝ પટેલે કાર્યકરોને કહ્યું મારી આંગળી પકડી મને આગળ લઈ જાઓ

Share

આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ચૂંટણીઓ પહેલા જ વિવિધ રાજકીય દાવપેચ અત્યાર થી જ બિલાડી પગે સક્રિય થઈ રહ્યા છે, ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીઓને લઈ વિવિધ બેઠકો પર ઉમેદવારી કરવા માટે દાવેદારો અત્યારથી જ પોતાના રાજકીય ચોગઠા ગોઠવવામાં સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે, તેવામાં ભરૂચ લોકસભા બેઠક રાજ્યમાં સતત ચૂંટણીઓ પહેલા જ ચર્ચાનું કેન્દ્ર બની ચુકી છે.

આ બેઠક ઉપર જ્યાં એક તરફ સતત ભારતીય જનતા પાર્ટીમાંથી જીત મેળવતા મનસુખ વસાવા આ વખતે પણ પોતાની જ પાર્ટી જીત મેળવશે અને તેઓને જ પાર્ટી વધુ એકવાર રિપીટ કરી ટિકિટ આપશે તેવી અપેક્ષાઓ સાથે ગામે ગામ પ્રવાસ કરી રહ્યા છે, તો બીજી તરફ બેઠક ઉપર વિપક્ષમાંથી એટલે કે કોંગ્રેસ તરફ થી સ્વ, અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે આગામી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તો આમ આદમી પાર્ટી તરફથી પણ વર્તમાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે તૈયારી કરી છે.

Advertisement

હાલ આ બેઠક પર જ્યાં ભાજપ દ્વારા અત્યારથી જ રણનીતિ ઓ ઘડવામાં આવી રહી છે તો બીજી બાજુ ચૈતર વસાવા પણ તેઓ ઉપર તાજેતરમાં જ થયેલ ફરિયાદના મામલાને પ્રજા વચ્ચે લઈ જઈ મતદારોમાં પોતાની સહનુભૂતિ મેળવી રહ્યા છે, જોકે હાલ સમગ્ર મામલો કોર્ટમાં છે તેમજ ચૈતર વસાવા હજુ સુધી પોલીસ પકડથી દૂર રહી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

આ બધા વચ્ચે હવે કોંગ્રેસના સંભવિત દાવેદાર મુમતાઝ પટેલ પણ સતત ચર્ચામાં આવી રહ્યા છે, કોંગ્રેસમાં ગત વિધાનસભા ચૂંટણીઓ વખતથી સક્રિય રાજકારણમાં પ્રવેશ કરનારા મુમતાઝ પટેલ જિલ્લાના ગામે ગામ ફરી કોંગ્રેસમાંથી ઢીલાસ મેળવી રહેલા વરિષ્ઠ કોંગ્રેસીઓ સાથે મુલાકાત કરતા નજરે પડી રહ્યા છે, અને પાર્ટી વિશે ઊંડાણ પૂર્વકની માહિતી મેળવી પાર્ટીને આગામી ચૂંટણીઓમાં કઇ રીતે જીત અપાવી શકાય તેવી પહેલ કરી રહ્યા છે.

હાલ મુમતાઝ પટેલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે કેટલાય લોકો મને કહે છે કે પિતા અહેમદભાઈ પટેલની આંગળી પકડીને જ અમે આજે રાજકારણમાં આવ્યા છે, વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હવે તમે મારી આંગળી પકડી તમે લોકો મને આગળ લઈ જાઓ, હું સાફ નિયત સાથે કોંગ્રેસમાં તમારી વચ્ચે આવી છું, સાથે મળીને આગળ જીત મેળવી શું તેમ જણાવ્યું હતું.

મહત્વનું છે કે સક્રિય રાજકારણમાં આવ્યા ને હજુ ઘણો ઓછો સમય મુમતાઝ પટેલને થયો છે, જિલ્લામાં સતત પ્રવાસ કર્યા અને કોંગ્રેસના કાર્યકરો સાથે મળ્યા બાદ મુમતાઝ પટેલ હવે તેઓની આંગળી પકડવા કેમ મજબુર બન્યા છે, તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે, અને કહેવાય રહ્યું છે કે શું કોંગ્રેસના આંતરિક જૂથવાદને મુમતાઝ પટેલ લોકસભા ચૂંટણીઓ પહેલા જ પારખી ગયા છે.? પ્રવાસ દરમ્યાન શું કાર્યકરોની વેદનાઓ સાંભળી તેઓ લોકસભામાં ઉમેદવાર તરીકે ઉતરે પહેલા કોંગ્રેસ ને એક જૂથ કરવામાં લાગ્યા હોય તેવી રાજકીય ચર્ચાઓએ હાલ આ વાયરલ વીડિયો બાદથી જોર પકડ્યું છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસનો જૂથવાડ ગત વિધાનસભા ચૂંટણીઓ વખતથી જ સામે આવ્યો હતો, જ્યાં ચૂંટણીઓમાં તમામ બેઠકો ઉપર કારમી હાર બાદ પાયા કાર્યકરોથી લઈ સક્રિય કોંગ્રેસ અગ્રણીઓએ એક બાદ એક રાજીનામાં ધરી દીધા હતા અને મોવડી મંડળને જ જવાબદાર ઠેરવ્યા હતા, તેવામાં હવે લોકસભા ચૂંટણીમાં પણ જૂથવાડ અને લો્બિંગ શરૂના થાય માટે મુમતાઝ પટેલ ભાવુક રાજકારણના સહારે પોતાની દવેદારી મજબૂત કરવાના પ્રયાસમાં લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Share

Related posts

દેહવ્યાપાર પ્રવૃતિ પર પોલીસના દરોડા, અંકલેશ્વરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપરના ધંધા ઝડપાયા

ProudOfGujarat

રાજપારડી ચાર રસ્તા પરથી મોટરસાયકલ ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ગુજરાતમાં શિક્ષણની કથળતી તસ્વીર, અંકલેશ્વરના પીરામણની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કચરાપેટી ખાલી કરાવવાનું કામ કરાવાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!