ભરૂચ જિલ્લાના વાગરા સ્થિત સેવાભાવી સંસ્થા ધી મુસ્લિમ મેરેજ બ્યુરો દ્વારા સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક – યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં દસ યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. એક જ શામિયાણા નીચે જ્યારે હિંદુ મુસ્લિમ સમાજના યુવક યુવતીઓ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્નના બંધનમાં જોડાયા ત્યારે વાગરાની ધરતી પર કોમી એકતાની જ્યોત પ્રજવલ્લિત થઈ ઉઠી હતી. ગરીબો બે ટંકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે. ગરીબો માટે હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ પછી પહેલા પેટ પુજા માટે જ દિવસભર પરિવારનો બોજ લઈને ફરતા હોય છે.
આજના મોંઘવારીના યુગમાં ગરીબ પરિવારોના દીકરા-દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતાં નથી. ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. રૂપિયા અને સંશાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી. પરંતુ કહેવાય છે, જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે… આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા… જે ધર્મથી પર રહી માનવતાનો પર્યાય બની ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બને છે. જીવનનો બીજો તબક્કો એટ્લે ઘર સંસાર… ભારતભરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે, ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. આ જ પંક્તિમાં એક ટ્રસ્ટ છે. જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે. સંસ્થાના સંચાલકો દ્વારા ભરુચ જિલ્લાના વાગરા ગામે ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવની આયોજન કરવામાં આવ્યું હતું.
ધી મુસ્લિમ મેરેજ બ્યુરો દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક મંચ પર દરેક ધર્મના યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પઢી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી. સાંપ્રત સમયમાં દેવાના ડુંગર નીચે પ્રસંગો ઊજવતાં લોકો માટે સમૂહ લગ્નોત્સવ સમારોહ પ્રેરણા રૂપ છે. આ લગ્નોત્સવમાં ઘર સંસાર માંડી રહેલા જોડાઓને કરિયાવરમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાન વેળા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
હિન્દુ-મુસ્લિમ દરેક સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમા અનેક નામી અનામી યોગદાન આપતા દાતાઓએ સહભાગી બની એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. જેમાં હાજી સલીમ કડવા(યુ કે )શેરપુરા, હાજી હાસીમ કડવા(યુ કે )શેરપુરા, હાજી જાહીદ કડવા.(યુ કે )શેરપુરા, હાજી સકીલ કડવા (યુ કે ) શેરપુરા, હાજી ઉસમાન કડવા.શેરપુરા, નદીમ ભીખી.શેરપુરા, હાજી ઈમતિહાજ કડવા,શેરપુરા, હાજી શબ્બીર હવેલીવાલા, દયાદરા, ઇલયાસ હવેલીવાલા.દયાદરા, ઇબ્રાહીમ બાજીભાઇ.દયાદરા ઇકબાલ અત્તરવાલા.દયાદરા, ઇકરામ અત્તરવાલા અજીજ સાલેહ, દયાદરા નાઓએ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં યોગદાન આપી અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર થયા હતા.
યાકુબ પટેલ, પાલેજ
વાગરા ખાતે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો.
Advertisement