હાલ શિયાળાની ઋતુ જેમ જેમ બિલાડી પગે આગળ વધી રહી છે તેમ તેમ ચોરી, લૂંટ જેવી ઘટનાઓ પણ હવે પ્રકાશમાં આવી રહી છે, તેવામાં ભરૂચના પૂર્વ વિસ્તારમાં આવેલ ઝાડેશ્વર ગામ ખાતે આજે સવારે મળસ્કે લૂંટની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં રહેતા વૃદ્ધા રમીલાબેન પટેલ પોતાના મકાનનું રીનોવેશન કામ ચાલતું હોય તેઓ રાબેતા મુજબ રાત્રીએ નિદ્રામાં હતા દરમ્યાન વહેલી સવારે મળસ્કે કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના મકાનના વાડાના ભાગે આવેલ કાચી દીવાલમાં બખોડુ પાડી મકાનમાં પ્રવેશ મેળવ્યો હતો તેમજ અંદર પ્રવેશ કરી વૃદ્ધાને બાંધી દઈ બંધક બનાવી હતી.
ત્યારબાદ આ અજાણ્યા ઈસમોએ ઘરમાં રહેલા સોના, ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, એકા એક લૂંટ જેવી ઘટનાથી હેબતાઈ ગયેલા રમીલા બેને મામલા અંગે તેઓના પરિવારજનો અને ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
હાલ સમગ્ર મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે મામલે વૃદ્ધાની ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે તેમજ વિસ્તારના સીસીટીવી ફૂટેજ થકી લૂંટારુઓના પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી.