મહેમદાવાદના બજાર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસને તસ્કરોએ નિશાન બનાવ્યો છે. જોકે આ ચોરીના બનાવમા તસ્કરોને નિષ્ફળતા મળતા ચોરો ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે.
મહેમદાવાદ શહેરમાં વિરોલ દરવાજા પાસે સામૂહિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં સ્ટેશન રોડ પર આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો છે. ઈસમો રાત્રે પાછળથી લોખંડની જાળી તોડી અંદર ઘુસ્યા હતા અને લોકરને ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોખંડનુ લોકર ન ખુલતા તસ્કરો ફરાર થયા હતા. જોકે ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીની હાર્ડીસ્ક લઇ ફરાર થઇ ગયા છે. પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સોમવારે સવારે ઓફિસે આવતા ખબર પડી કે ચોરીનો પ્રયાસ થયો છે. આ બનાવ મામલે પોસ્ટ માસ્તરે જણાવ્યું કે, ઘટના સાચી છે અને આજે અમારો સ્ટાફ આવતા ચોરીનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસમાં પણ જાણ કરી દેવામાં આવી છે. પોસ્ટ ઓફિસની પાછળથી લોખંડની જાળી તોડી અંદર ઘુસ્યા હોવાનું અનુમાન છે.
નરેશ ગનવાણી : નડિયાદ