ભરૂચમાં દિવાળી બાદ ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહયાં છે ત્યારે આગામી દિવસોમાં શહેરને સ્વચ્છ રાખવા માટે નગરપાલિકાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. તમામ 11 વોર્ડમાં કચરાપેટીઓ તથા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સેવા કાર્યરત હોવા છતાં લોકો ગમે ત્યાં કચરો નાખી દેતા હોવાથી આંતરિક રસ્તાઓ ડમ્પિંગ સાઇટ જેવા બની ગયાં છે. કચરાપેટી સિવાય લોકો ગમે ત્યાં કચરો નાંખે છે તેવા સ્થળોને શોધી ત્યાં દેખરેખ રખાશે અને કચરો નાંખનારાઓને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું આયોજન કરાયું છે.
Advertisement