અમરેલી જિલ્લાના ધારીમાં ભાજપના પૂર્વ મંત્રીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. ભાજપના પૂર્વમંત્રી અને ધારી તાલુકા પંચાયત પૂર્વ સભ્ય મધુબેન જોશી અને તેમના પુત્ર તેમજ મધુબેનના બહેનના પુત્ર પર ઘાતક હુમલો કરાયો હતો. આ હુમલા બાદ મધુબેનને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું.
જોકે હજુ આ હત્યા કોણે કરી તે અંગે કોઈ માહિતી મળી નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. મધુબેન જોશીની હત્યા કરનાર અને પતિ અને દીકરા પર પણ જીવલેણ હુમલો કરનાર તેમનો પાડોશી હોવાનો દાવો કરાયો છે. પડોશીએ સામાન્ય બોલાચાલીમાં આ ઘટનાને અંજામ આપ્યાની માહિતી મળી રહી છે. મધુબેનની હત્યા અને તેમના પરિવાર પર થયેલા જીવલેણ હુમલા બાદ ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisement