Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના સટવાણમાં પિતાની હત્યા કરનારો પુત્ર ઝડપાયો

Share

ઉમરપાડાના સટવાણમાં પુત્રએ પિતાની હત્યા કરી હતી. આ બનાવમાં આરોપી નાસતો ફરતો હતો. જેને પોલીસે જંગલમાંથી ઝડપી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરપાડાના સટવાણ ગામે મોટા ફળિયામાં જયંતીભાઈ વસાવા રહેતા હતા. ગત તા.11 મીએ પુત્ર કલ્પેશ સાથે ઝઘડો થયો હતો. આથી વાત વણસતા કલ્પેશે પિતા જયંતીભાઈને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. એ બાદ તે ફરાર થઈ ગયો હતો. દરમિયાન ઉમરપાડા પોલીસને બાતમી મળી હતી કે સટવાણમાં હત્યા કરનારો આરોપી ગામના જંગલમાં છુપાયો છે. આથી પોલીસે કલ્પેશ વસાવાને ઝડપી લીધો હતો.

Advertisement

વિનોદ મૈસુરીયા: વાંકલ


Share

Related posts

આજરોજ કરજણ મુલનીવાસી એકતા મંચ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત શ્રેષ્ઠ ભારત ભવનની કામગીરી હજુ અધૂરી, 31 ઓક્ટોબર પહેલા નહીં થાય પૂર્ણ

ProudOfGujarat

મહારાષ્ટ્ર નજીક મધ દરિયે બોટમાં આગ લાગતા 2 માછીમારો દાઝ્યા, બોટ બળીને ખાખ થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!