Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ ના નવા ભોજન કેન્દ્રનો મુખ્યમંત્રીએ શુભારંભ કર્યો

Share

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પર નવા શ્રમિક ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે તેમની સાથે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમ જ શ્રમ અને રોજગાર અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રમિકોને ભાવથી ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમની સાથે મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ડૉ. અંજુ શર્માએ પણ શ્રમિકોને ભોજન પીરસ્યું હતું અને શ્રમિકો સાથે બેસીને ભોજન પણ લીધું હતું. ઉપરાંત, તેમની સાથે મુલાકાત કરી વાર્તાલાપ કર્યો હતો. મુખ્યમંત્રીએ ધનવંતરિ રથ તેમ જ તેના અધિકારીઓ સાથે મુલાકાત કરીને માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ પોલીસકર્મીઓ તેમ જ 190થી વધુ શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા અને વલસાડ એમ કુલ-17 જિલ્લાઓ ખાતે આવેલા કુલ 155 કડિયાનાકા પર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત, જે બાંધકામ સાઈટ પર 50 થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઈ-બહેનોને ખૂબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પ્રતિ વ્યક્તિ ફક્ત રૂ. 5/-માં ભોજન પૂરું પાડવાની શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને રાજ્ય સરકારે શ્રમિકોના હિતની ખાતરી પૂરી પાડી છે.


Share

Related posts

ભરૂચ નજીક થી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ લુવારા પાટીયા પાસે અકસ્માતનો બનાવ બનતા એકનું મોત

ProudOfGujarat

સુરતમાં 2 વર્ષથી નકલી દસ્તાવેજો સાથે રહેતો બાંગ્લાદેશી ઝડપાયો, મોબાઈલમાંથી જેહાદી વીડિયો અને સાહિત્ય મળ્યું

ProudOfGujarat

રાજપીપળા : એક તરફ અમુક વિસ્તારોમાં પાણી ઓછું મળવાની બુમો છે ત્યાં આમ પાણીનાં બગાડથી લોકોમાં ભારે રોષ : પાલિકા તંત્ર નિષ્ફળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!