અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર વણઉકેલ્યા ગુન્હાના ભેદને ઝડપથી ઉકેલી નાખી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનાલયની રૂમમાંથી ગેસ સિલિન્ડર ચોરી કરતી બિલ્લા ગેંગના 5 આરોપીઓને એલસીબી પોલીસે દબોચી લઇ ચોરી કરેલ 16 ગેસ સિલિન્ડર અને રીક્ષા સહીત 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઘરફોડ ચોરીના 10 ગુન્હાનો ભેદ ઉકેલી નાખી ગેંગમાં સામેલ અન્ય 5 આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમને પ્રાથમિક શાળા અને આંગણવાડીના મધ્યાહ્ન ભોજનાલયમાંથી ગેસની બોટલની ચોરી કરતી ગેંગમાં સરૂરપૂર ગામનો મેહુલ રમણ પગી અને મોડાસાની ડુંગરી વિસ્તારમાં રહેતો અલ્પિત ભરત રાવળ સામેલ હોવાની બાતમી મળતા પોલિસને મળતા પોલીસ તાબડતોડ સરુપુર મેહુલ પગીના ઘરે ત્રાટકતા તેના ઘરમાં અડ્ડો જમાવી બેઠેલ બિલ્લા ગેંગનો મુખિયા હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટી, સુનિલ કાંતિ ખાંટ, અલ્પિત ભરત રાવળ અને મીતેશ શિવા તરાળને દબોચી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા ઘરમાં સંતાડેલ 16 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા અને ગેસ બોટલ ચોરીમાં સંડોવાયેલ વનરાજ જ્યંતિ ચૌહાણ, સંજય નરસિંહ ખાંટ, રાકેશ ઠાકોર સહિતનાઓએ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાંથી ચોરી કરી હોવાનું તેમજ વન પ્લસ મોબાઈલ અને જંબુસર મંદિર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ બિલ્લા ગેંગના અન્ય 5 ઘરફોડ ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અરવલ્લી એલસીબી પોલીસે ઝડપેલ 5 આરોપી અને ફરાર ૫ આરોપી
1) મેહુલ રમણ પગી (રહે,સરૂરપુર)
2) અલ્પિત ભરત રાવળ (સર્વોદય નગર-મોડાસા)
3) હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટી (રહે,સહારા સોસાયટી-મોડાસા)
4)સુનિલ કાંતિ ખાંટ (દોલપુર)
5) મીતેશ શિવા તરાળ (રહે, સરૂરપુર)
1)વનરાજ જ્યંતિ ચૌહાણ (રહે,સરૂરપૂર)
2)સંજય નરસિંહ ખાંટ (રહે,સંજેલી)
3)રાકેશ ઠાકોર (બડોદરા)
4)નાસિર ઉર્ફે નાતાલ યુસુફ પઠાણ (રહે,સહારા સોસાયટી-મોડાસા)
5)મારુતિ ઇકો કાર ચાલક