ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને આયોજનભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી. બેઠકમાં સાંસદએ કેન્દ્ર પુરસ્કૃત વિવિધ જનકલ્યાણની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
બેઠકમાં સાસંદએ જણાવ્યું હતું કે,કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે લોકોને યોજનાકીય લાભો મેળવવા અંગેના કામોમાં હાલાકી ન પડે એ માટે જે તે વિભાગની યોજનાઓની કામગીરીની સમીક્ષા કરાઈ હતી.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ દિશા બેઠક અન્વયે જુદા જુદા મુદ્દાઓ અંગે સંબંધિત ખાતા/કચેરીઓના અધિકારીઓને સોંપાયેલ કામો તેમજ લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતા.
દિશાની બેઠકમાં ઓક્ટોબર-૨૦૨૩ સુધીની કેન્દ્ર પુરસ્કૃત મનરેગા, દીનદયાલ અંત્યોદય યોજના, પી.એમ.આવાસ યોજના અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ/શહેર), અમૃત યોજના, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ યોજના, નગરપાલિકાઓ, લીડ બેંક, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓ, નેશનલ હેલ્થ મિશન, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ, સમગ્ર શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, નેશનલ રૂરલ ડ્રીંકિંગ વોટર કાર્યક્રમ, ડીજીવીસીએલ, નેશનલ હાઈવે, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, બ્રિજ સેલ, મધ્યાહન ભોજન યોજના, આત્મા પ્રોજેક્ટ,શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેક્ટ, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, ઈ-નામ યોજના, પોસ્ટની સુકન્યા સમૃદ્ધિ યોજના, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત સાંસદ આદર્શ ગામ જેવી કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓના કામોની નાણાંકીય અને ભૌતિક પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ વી ડાંગીએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહસિંહ વાસદિયા, જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, ધારાસભ્ય સર્વે અરૂણસિંહ રણા, રમેશભાઈ મિસ્ત્રી, રીતેશભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ, વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.