Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

Share

કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાંથી ભરૂચ તાલુકાના સામલોદ ગામના રાહુલ વસાવાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સામલોદ ગામનો રાહુલ વસાવા થોડા દિવસ અગાઉ ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા યુવકના પરિવારજનોએ રાહુલની શોધખોળ આદરી હતી. શોધખોળ કર્યા બાદ રાહુલની ભાળ ન મળતા તેઓના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

રાહુલનો મૃતદેહ સાંસરોદ ગામની સીમમાં એક ખેતરમાં હોવાની જાણ થતા કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. રાહુલના મૃતદેહનો પોલીસે કબજો મેળવી મૃતદેહને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પી એમ અર્થે ખસેડાયો છે. હાલ તો રાહુલ નામના યુવકનું મોત ક્યાં કારણોસર થયું તે તો પી એમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. રાહુલનો મૃતદેહ મળી આવવાની ઘટના સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ખેડા પાસે ટેમ્પીએ મોટરસાયકલને ટક્કર મારતાં પિતા-પુત્ર પૈકી પિતાનું મોત નિપજ્યું

ProudOfGujarat

જામનગરમાં ભોય સમાજ કેવી રીતે ઉજવે છે હોલિકા મહોત્સવ, જાણો…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : વિવિધ વોર્ડ વિસ્તારમાં સદસ્યોની પસંદગી કરવાની કામગીરી રાજકીય પક્ષો દ્વારા શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!