વડોદરા જિલ્લાનું સૌથી મોટું તળાવ ડભોઇ તાલુકાના વઢવાણા ગામે આવેલું તળાવ ગાયકવાડી શાસનમાં ૧૬ કિ.મીના વિશાળ ઘેરાવામાં બનાવેલું છે.આ તળાવમાં વર્ષોથી શિયાળાના આગમન સાથે દેશ વિદેશીના વિવિધ પશુ-પંક્ષીઓનો મેળાવડો જામે છે. હાલ તળાવ ખાતે પશુ – પક્ષીઓના આગમનની શરૂઆત થઇ ગઇ છે.
ડભોઇ તાલુકાનું તળાવ નજીકના ૨૨ ગામોના ખેડૂતોને ખેતી માટે સિંચાઇ વિભાગને સોપવામાં આવ્યુ છે.તળાવ ખાતે શિયાળા દરમિયાન દેશ વિદેશના પશુ -પંક્ષીઓ આગમન કરે છે.હાલ શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. તળાવ ખાતે દેશ વિદેશીના હજારો પક્ષીઓ શિયાળાની ઋતુમાં આગમન કરતા હોઇ પક્ષીઓનો કલરવ અનેરો લાગે છે.સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વઢવાણા ગામે લોકોની સુખાકારી માટે ઐતિહાસિક તળાવ બનાવ્યુ હતુ.તળાવનું પાણી ખેડૂતોને ખેતી માટે લાભ મળે તે માટે બનાવ્યુ હતુ. તેમજ વર્ષોથી શિયાળાની ઋતુમાં ઓસ્ટ્રેલિયા આફ્રિકા દેશ-વિદેશના હજારો વિવિધ પ્રકારના પક્ષીઓ વઢવાણા તળાવ ખાતે આવતા હોય છે. આશરે ૩ મહિનાના રોકાણ કરતા હોવાથી પક્ષીઓને નિહાળવા માટે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. હાલ શિયાળાને શરૂઆત થતાની સાથે જ ઠંડા પરદેશમાંથી વિવિધ જાતિના પક્ષીઓ આવતા હોય છે. મલેશિયા, રસિયા, સાયબેરીયા, કાશ્મીર લદાખ જેવા વિસ્તારોમાંથી પક્ષીઓ અહીં આવે છે.