બોરીદ્રા થી મુલદ જવાના રસ્તા પરનાં ખેતરમાં દીપડો નજરે પડતા સ્થાનિકો એ વનખાનાનો સંપર્ક કર્યો
કંઈક ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડો અર્ધ બેભાન થયો હોવાનું પશુ ચિકિત્સક નું પ્રાથમિક તારણ
દીપડાની તબિયત હાલ સુધાર પર હોવાના અહેવાલ
ઝઘડિયા નાં દુ:બોરીદ્રા ગામની મુલાદ જવાના રસ્તા વાળા વગામાથી અર્ધબેભાન અવસ્થામાં દીપડો મળી આવ્યો છે, સ્થાનિકો એ વનખાતાનો સંપર્ક કરતા વન ખાતા દ્વારા પશુ ચિકીત્સક નો સંપર્ક કરાવી દીપડાની પ્રાથમિક સારવાર શરૂ કરી છે. દીપડા દ્વારા કોઈ ઝેરી પદાર્થ ખાયો હોવાનું પ્રાથમિક તારણ ચિકિત્સક દ્વારા કરવામાં આવ્યું છે અને હાલમાં દીપડાની પરિસ્થિતિ સુધારા પર હોવાનું જણાવ્યું છે.
ગત રોજ ઢળતી સાંજે ઝઘડિયાનાં બોરીદ્રા ગામના ખેડૂતે અર્ધબેભાન અવસ્થામાં દીપડો જણાયો હતો. ખેડૂત તથા સ્થાનિક દ્વારા ઝઘડિયા વન વિભાગનો સંપર્ક કરતા ઝઘડિયા ફોરેસ્ટર સહીત નો સ્ટાફ બોરીદ્રા ખાતે ધસી આવ્યો હતો. વન ખાતાની ટીમ દ્વારા દીપડાને પકડી પશુ ચિકિત્સકની મદદથી પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. દીપડો અશક્ત થઈગયો હતો, ત્યાર બાદ તેને ઝઘડિયા ખાતે લાવવામાં આવ્યો હતો. ઝઘડિયાના પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે દીપડાએ કોઈ ઝેરી પદાર્થ ખાધો હોવાના કારણે દીપડાની આ પરિસ્થિતિ થઇ હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યું હતું. હાલમાં દીપડો વનખાતાની કચેરી પર છે અને તેની તબિયતમાં સુધારો થતો હોવાનું પશુ ચિકિત્સક દ્વારા જણાવાયું છે.