Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા તથા યુ. સી. ડી. શાખા દ્વારા જળ દિવાળી કાર્યક્રમનું આયોજન કરાયું

Share

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા તથા યુ. સી. ડી. શાખા દ્વારા જળ દિવાળી કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શહેરી અજીવિકા મિશનના સ્વ સહાય જૂથના બહેનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્સની મુલાકાત સહિતનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા જળ દિવાળી કાર્યક્રમમાં શહેરી મંત્રાલય દ્વારા અમૃત 0.2 હેઠળ તા. 7/11/2023 થી તા. 9/11/2023 સુધી રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના બહેનો વુમન ફોર વોટર વોટર ફોર વુમન કાર્યક્રમમાં સ્વ સહાય જૂથના તમામ બહેનોને ઘરમાં સ્વચ્છ સુરક્ષિત પીવાના પાણીની પ્રક્રિયા વિશેની સમજ આપવામાં આવશે, તેમજ જુદા જુદા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની મુલાકાતે લઈ જવામાં આવશે, તેઓને પાણીની ગુણવત્તા, પરીક્ષણ પ્રક્રિયા વિશે સંપૂર્ણપણે માહિતગાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સ્વ સહાય, જૂથ તથા સખી મંડળના બહેનોને કાર્યક્રમને લગત કીટ જામનગર મહાનગરપાલિકા દ્વારા બેગ, પાણીની બોટલ, ગ્લાસ સહિતની કીટ મોમેન્ટો સ્વરૂપે આપવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાના 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ્ઞાનગંગા, ખીજડીયા અને પંપ હાઉસ ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા સીટી બસમા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે, આ સમગ્ર કામગીરીને સફળ બનાવવા માનનીય કમિશનરના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ તેમજ યુસીડી શાખાના સંયુક્ત ઉપક્રમે તમામ મેનેજરો તથા સમાજ સંગઠકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે કરજણ નજીકથી અઢાર લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ઉમંગ લક્ષ્મી સોસાયટીમાં ચોરી કરી તસ્કરો ફરાર…

ProudOfGujarat

માંગરોળની રતોલા ગામની દૂધ મંડળી દૂધના ભાવ મેળવવામાં જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!