ગુજરાત રાજ્ય વર્ષોથી આંતરિક વિસ્થાપનાનું સાક્ષી રહ્યું છું. કોમી તોફાનો અને દરિયા કીનારામ્ના મોટા મોટા ઔધોગિક સંયોગોના લીધી લગભગ લાખ લોકો વિસ્થાપિત થઈને મોટા શહેરોમાં આવીને વસેલા છે. જેઓ મૂળભૂત પાથાની જીવવા લાયક સુવિધાઓના અભાવમાં મલીન વસ્તીઓમાં જિંદગી વિતાવી રહ્યા છે. આમાં સૌથી વધુ પ્રભાવિત મુસ્લિમ સમુદાય છે. સભ્ય સમિતિની રિપોર્ટ મુજબ મુસલમાનોમાં બીજા સમુદાયોના પ્રમાણ વધુ ગરીબી છે. સચ્ચર સમિતિના રિપોર્ટ મુજબ ગુજરાતના સંગઠિત અને મેન્યુંફેક્ચરીંગ ક્ષેત્રમા દેશના સરેરાશ ટકાવારી ૨૧% કરતા ઓછી માત્ર ૧૩% માં જ મુસલમાનોની ભાગીદારી છે. અને બીજા સમુદાયોની દેશની સરેરાશ કરતા વધુ છે. સ્વરોજ્ગારના ક્ષેત્રમા મુસલમાનોની ટકાવારી ૫૪% છે અને જે દેશની સરેરાશ ૫૭% કરતા ઓછી છે તેમજ અનૌપચારિક ક્ષેત્રોમા મુસલમાનોની ટકાવારી ૨૩% છે જે દેશની ટકાવારી ૧૭% થી વધુ છે. આ આંકડાઓથી સમજાય છે કે રાજ્યમાં લઘુમતી ભેદભાવના શિકાર છે.
સચ્ચર સમિતિના ભલામણો પછી દેશમાં ૨૦૦૬ માં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના થઇ જેનો મુખ્ય ધ્યેય દેશના લઘુમતીઓને મુખ્ય ધારામાં લાવવાનો છે જે માટે શિષ્યવૃત્તિ, કૌશલ્ય, વકફ વિકાસ, પ્રધાનમંત્રી ૧૫ સુતરીય કાર્યક્રમ, સરકારી પરીક્ષાઓની તૈયારી માટે સહાય, MSDP જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. લઘુમતી માટે અલગથી કોઈ જ નક્કર ફાળવણી કરવામાં આવેલ નથી.
દેશમાં વંચિત વર્ગ, સમુહોને ફરિયાદ નિવારણ માટે રણનીતિ બનાવવા આયોગોની સ્થાપના કરવામાં આવી છે જેમ કે મહિલા આયોગ, અનુસુચિત આયોગ, અનુસુચિત જનજાતિ આયોગ, પછાત વર્ગ આયોગ, બાળ અધિકાર આયો, લઘુમતી આયોગ વગેરે. પરંતુ ગુજરાતમાં આયોગની સ્થાપના જ નથી થઇ જેથી આ પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે. જેમ કે,
૧. રાજ્ય લઘુમતી આયોગની રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબુતી મળે તેવો કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવે છે.
૨. રાજ્યના બજેટમાં લઘુમતિઓના વિકાસ માટે નક્કર જોગવાઈ કરવામાં આવે
૩. રાજ્યના લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે.
૪. મદ્રસા ડિગ્રીને ગુજરાત બોર્ડની સમક્ષ માન્યતા આપવામાં આવે
૫. રાજ્યના લઘુમતી બહુલ ક્ષેત્રોમા સરકારી હાયર સેકન્ડરી શાળાઓની સ્થાપના કરવામાં આવે
૬. લઘુમતિઓના ઉત્પાદન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે
૭. કોમી તોફાનોથી આંતરિક વિસ્થાપિત થયેલા લોકોના પૂનઃસ્થાપન માટે પોલીસની રચના કરવામાં આવે
૮. પ્રધાનમંત્રી નવા ૧૫ સત્રીય કાર્યક્રમની સંપૂર્ણ અમલવારી કરવામાં આવે